Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

૨ મિનિટના અંતરે ભાવનગર જિલ્લામાં ૨ની તિવ્રતાના ૨ ભૂકંપના આંચકા : કચ્છમાં પણ ધરા ધ્રુજી

રાજકોટ તા. ૨૫ : ભાવનગર જિલ્લામાં મોડીરાત્રીના ભૂકંપના ૨ આંચકા અનુભવાયા હતા.૨ મિનિટના અંતરે ભાવનગર જિલ્લામાં ૨ ની તિવ્રતાના ૨ ભૂકંપના આંચકા આવ્યા હતા જયારે કચ્છમાં પણ ધરા ધ્રુજી હતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે રાત્રિના ૩.૩૭ વાગ્યે કચ્છના દુધઇથી ૨૦ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ ૧.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જયારે રાત્રિના ૪ વાગ્યે ભાવનગરથી દક્ષિણ દિશા તરફ ૪૬ કિલોમીટર દૂર ૨.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આંચકા બાદ ૨ મિનિટ પછી ફરીવાર એજ જગ્યાએ ભાવનગર થી ૪૪ કિ.મી દુર ૨.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

કચ્છના દુધઈ અને ભાવનગર જિલ્લામાં રાત્રીના સમયે આંચકા આવતા લોકોને કંઈ ખાસ અનુભવ થયો નહોતો.

(10:52 am IST)