Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

સુરેન્દ્રનગરમાં માલવણ ચોકડી પાસેથી ઇકો ગાડીમાંથી ૫૬ બોટલ દારૂ ઝડપાયો

વઢવાણ,તા.૨૫: પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયાની ગે.કા પ્રવૃતિ અટકાવવા આપેલ જે સૂચના આધારે શ્રી આર.બી,દેવદ્યા ના.પો.અધિ સા ધ્રાંગધ્રા ડી.વી, માર્ગદર્શન હેઠળ બજાણા પો.સ્ટે.ના પી.એસ.આઇ એમ.કે.ઇસરાણી સા.તથા પો.હેડ.કોન્સ રાજેશભાઇ મીઠાપરા તથા પો.હેડ.કોન્સ પી.એન.ઝાલા તથા પો.કોન્સ અજયસિંહ ધર્મેન્દ્રસિહ ઝાલા પો.કોન્સ દિગ્વિજયસિંહ તથા પો.કોન્સ. સંદીપભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ.અજયસિંહ ધર્મેન્દ્રસિહ ઝાલાને બાતમી મળેલ કે પાટડી તરફથી એક ગ્રે કલરની ઈકો ફોરવ્હીલ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને માલવણ તરફ આવે છે.

જેથી માલવણ ચોકડી પાસે વોચ ગોઠવતા પાટડી તરફ એક ફોરવ્હીલ ગાડી આવતા જેને રોકી ગાડીમાં તપાસ કરતા ગુપ્ત ખાનાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો જોવામાં આવેલ જે ગાડીનો ચાલક કેવલર્સિંહ બગતાવરસિંહ મહેશારાઠોડ ઉવ. ૪૪ રહે. નારખાનસિંહ કી ધાણી, બાડમેર આગોર તા.જી.બાડમેર (રાજસ્થાન)વાળો પોતાના હવાલાવાળી સદર ગાડીમા મેકડોનલ્સ વ્હીસકી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ, ૧૪૦ ની કુલ કિ.રૂ.૫૬,૦૦૦/- તથા જીનીસ ફાઇન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ. ૧૬ ની કુલ કિ.રૂ.૪,૮૦૦/- તેમજ સદરહુ દારૂ ભરેલ ગ્રે કલરની ઇકો ફોરવ્હીલ ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી દારૂ તથા ગાડીની કુલ કિ.રૂ. કી.રૂ.૩,૬૦,૮૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ માલવણ પો.સ્ટે, માં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

આગળની તપાસ પો.હેડ.કોન્સ પી.એન.ઝાલા નાઓ ચલાવી રહેલ છે.

(1:07 pm IST)