Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

તું કેમ અમારા મજૂરોની સામે થઇ જાય છે?...કહી વાંકાનેરના અલ્તાફ પર સિંધાવદરમાં હીચકારો હુમલો

મુસ્તાક, સાજીદ, કાળુ સહિતનાએ ધારીયા-પાઇપના ઘા કર્યાઃ યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો

 રાજકોટ તા. ૨૫: વાંકાનેર રહેતાં અલ્તાફ અબ્દુલભાઇ મુરે (ઉ.૨૬) નામના સંધી યુવાન પર રાત્રે દસેક વાગ્યે સિંધાવદર ગામમાં હતો ત્યારે મુસ્તાક, સાજીદ, કાળુ મોગલ અને અજાણ્યા શખ્સોએ ધારીયા, પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

અલ્તાફ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ મુસ્તાક અને સાજીદ સાથે માચ્છીમારીનું કામ કરતાં છોકરાઓ સાથે પોતાને ચડભડ થઇ હોઇ તેનો ખાર રાખી મુસ્તાક સહિતનાએ તું કેમ અમારા છોકરાઓ (મજૂરો)ની સામે થઇ જાય છે? તેમ કહી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રામજીભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

માળીયા મિંયાણામાં આરીફને હનીફ-જાવીદે માર માર્યો

બીજા માળીયા મિંયાણા સરકારી દવાખાના પાસે રહેતાં આરીફ ડાડાભાઇ કટીયા (ઉ.૨૫)ને ગામમાં હતો ત્યારે હનીફ, ઠાકોર, જાવીદ સહિતે જુના મનદુઃખને લીધે માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

(12:23 pm IST)