Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કલાપ્રભસાગર સુરીશ્વરજી મ.સા.ના. સંયમ સુવર્ણવર્ષ પ્રસંગે

ભુજપુર પાંગરાપોળ ખાતે રાજ્યમંત્રી આહિરની નિશ્રામાં બે નવા પશુ આવાસાલયનો પ્રારંભ

ભુજ,તા.૨૫: ભુજપુર જૈન મુર્તિપૂજક સંદ્ય સંચાલિત ભુજપુર પાંગરાપોળ ખાતે આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ના સંયમ સુવર્ણ વર્ષ પ્રસંગે અખિલ ભારતીય (વિધિપક્ષ) જૈન શ્વેતાંબર સંદ્યના અનુદાન અંતર્ગત ભુજપુર પાંગરાપોળ ખાતે તૈયાર કરાયેલા બે નવાં અદ્યતન પશુ આવાસાલયમ ખુલ્લાં મૂકાતાં પશુરક્ષાના કાર્યો માટે મુખ્યદાતા જયવંતીબેન અને અન્ય દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ વહાવવામાં આવી હતી.

ભુજપુર પાંગરાપોળ ખાતે આજે પશુ આવાસાલયમ ખુલ્લાં મૂકવા પ્રસંગે શુભાશિષ પાઠવતાં કાર્યક્રમના સંયમના સુવર્ણે શિખરે બિરાજતાં આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે જીવદયા શું છે તેની વિશદ છણાવટ કરતાં આપણને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા જીવ સાથે ન કરવું જોઇએ તેની સમજ આપી ધરતીનાં માતાના થતાં દોહન, જળસંપદા, સ્વચ્છતા, પર્યાવરણની જાળવણીનો સંદેશ આપી તેનું રક્ષણ કરવું સૌની ફરજ હોવાનું અને ગાય ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ છે, તેમ વધુમાં કહયું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિવિશેષપદેથી રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, દેશના વિવિધ ભાગોમાં વસતાં જૈન સમાજે કચ્છીયતને હંમેશા ઉજાગર કરી છે અને તેઓનાં વતનપ્રેમનો વિશ્વમાં કયાંય પણ જોટો જડે એમ નથી. જીવદયા પ્રેમી જૈન ધર્મનાં આચાર્ય ભગવંતો પોતાની જાતને દ્યસીને સમાજની ભલાઇ માટે કાર્ય કરે છે.

રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ગયા વર્ષે લાંબા ચાલેલાં દુષ્કાળમાં રૂ. ૬૫૦ કરોડ દ્યાસ-પાણી-પશુ સબસીડી પાછળ વાપરીને એકપણ પશુ મરણ થવા દેવાયું ન હતું તેનો ઉલ્લેખ કરી સરકાર દ્વારા દ્યડાયેલા ગૌરક્ષા ક્ષેત્રના કાયદાઓનો પણ તેમણે ચિતાર આપ્યો હતો.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ એક સાથે મળીને એક સાથે રહીને કાર્ય કરવાની પ્રેરણા આપતાં જૈન સમાજ દ્વારા અહિંસા અને સેવા ક્ષેત્રે હંમેશા કાર્યો થતાં રહ્યા છે, તેમ જણાવી પશુ આવાસાલયમ ખુલ્લું મૂકવાના કાર્યને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી છેડાએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મુંદરા અને ભુજપુર પાંગરાપોળ એમ બંને સંસ્થાઓ માટે બે નવાં ટ્રેકટર ખરીદવા એક સંસ્થાને સાડા પાંચ લેખે કુલ રૂ. ૧૧ લાખની ગ્રાંટ ફાળવણીનો પત્ર આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ના સંયમનાં ૫૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ટ્રસ્ટનાં શ્રી રમણભાઈ શેઠીયાને સુપરત કર્યાં હતા.

આ પ્રસંગે સંસ્થા વતી ૮૮ વર્ષિય શ્રી નેણશીભાઈ લખમશી શાહને માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે અહિંસા રત્ન એવોર્ડ અર્પણ કરાયો હતો. ભુજપુર ગૌશાળામાં સેવા આપનારા કનકસિંહ બાપુને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

કાર્યક્રમના પ્રારંભે શ્રી રમણભાઈએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પાંગરાપોળના ટ્રસ્ટી ભરતભાઈ દેઢીયા, સરોજબેન શેઠીયા, શૈલેશભાઈ દેઢીયા, ઠાકરશીભાઈ શેઠીયા, કેશવજીભાઈએ મહેમાનોનું શાલથી સ્વાગત-સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ભુજપુર ગામના સરપંચ મેદ્યરાજભાઈ ગઢવી, અગ્રણી રામજીભાઈ દ્યેડા, તા.પં. સદસ્ય નિમુબેન દેઢીયા, જૈન સમાજના હરખચંદ ગંગર, રતનલાલ વડેરા, નરેન્દ્રસિંહ જાડેજા, સર્વે સંદ્યો, મહાજનો, દાતાઓ અને કચ્છ-કચ્છ બહારથી આવેલા જૈન શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુણ કલા પશુ આવાસાલયમ અને પશુ આવાસાલયમની તકતીનાં અનાવરણ બાદ રીબીન કાપી ખુલ્લાં મૂકાયાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી એકલવીરભાઈએ કર્યું હતું.

(12:18 pm IST)