Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

જસદણના માધવીપુર ગામ સમસ્ત દ્વારા કાલથી શ્રીરામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

જસદણ તા.રપ :  જસદણ તા. ૨૩ ૅં જસદણ તાલુકાના માધવીપુર ગામે લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલ શ્રી રામજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય આયોજન આગામી તા.૨૬દ્મક૨૮ સુધી કરવામાં આવ્યું છે. આ ત્રિવિધ કાર્યક્રમમાં તા.૨૬ ને મંગળવારે હેમાદ્રી શ્રવણ ગણેશ પૂજન, નગરયાત્રા, જલયાત્રા, જલાધીવાસ અને ધાન્યાધીવાસનાં પ્રસંગો ઉજવાશે. જયારે તા.૨૭ ને બુધવારે સ્થાપિત દેવપૂજન, અરણી મંથન, ગૃહશાંતિ, કુટીરહોમ, મંદિર વાસ્તુ, શાંતિ પુષ્ટિટક હોમ, સ્નપન વિધિ, ન્યાસ, શિખર સ્થપન, શૈયાધીવાસ, કુલાધીવાસ, શર્કરાધીવાસ, ફલાધીવાસના પ્રસંગો ઉજવાશે. જયારે તા.૨૮દ્ગચ ગુરૂવારે સ્થાપિત દેવપૂજન, ગર્ભગૃહ જાગૃતિ, ન્યાસ, મૂર્તિ સ્થાપન, પ્રાણપ્રતિષ્ઠા, સ્થિરીકરણ, ઉત્ત્।રપૂજન અને ધ્વજા રોહણ કાર્યક્રમ ઉજવવામાં આવશે.ઙ્ગ

વધુમાં આગામી તા.૨૫ અને ૨૬ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે રાસ ગરબા અને તા.૨૭દ્ગચ બુધવારે રાત્રે ૯-૩૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં આચાર્ય પદે શાસ્ત્રી વાલ્મીકભાઈ દવે(ચિતલવાળા), શાસ્ત્રી જયેશભાઈ જોષી(ખીજડીયાવાળા), ગામના ભૂદેવ પંકજભાઈ ત્રિવેદી અને દિનેશભાઈ પંડ્યા(કોઠીવાળા) ઉપસ્થિત રહેશે. જયારે આમંત્રિત સંતો શ્રી વિક્રમગીરીજી ગુરૂદેવગીરીજી(દ્યેલા સોમનાથ મંદિર), શ્રી લક્ષ્મણગીરી ગુરૂ અલમસ્તગીરી(ગંગેશ્વર જગ્યા લાલકા), શ્રી શૈલેન્દ્રગીરી(શ્રીજોગેશ્વર મહાદેવ માત્રા) અને શ્રી દ્યનશ્યામપરી ગજરાજપરી ગોસાઈ(માધવીપુર) સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.ઙ્ગ

આ ત્રિવિધ પ્રસંગોની પુર્ણાહુતી આગામી તા.૨૮ ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે બીડુંહોમ કરી કરવામાં આવશે. જેથી આ ત્રિદિવસીય ઉત્સવમાં સર્વે ભાવિકોને પધારવા માધવીપુર સમસ્ત ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધ્વજા રોહનના યજમાન પદે કાબાભાઈ કરણાભાઈ રાતડીયા અને મુખ્ય પાટલાના યજમાન પદે લલીતભાઈ મનસુખભાઈ કમાણી રહેશે.

(12:14 pm IST)