Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભુજમાં સાથે ટ્રેનિંગ લેતા વૃદ્ધ અને 17 વર્ષીય કિશોર રાજ્યકક્ષાની પાવર લીફટીંગ પ્રતિયોગીતામાં વિજેતા

63 વર્ષીય અલી ખાન પઠાણ નિવૃત્તિ બાદ જિમમાં કસરત શરૂ કરી અને પાવર લિફ્ટિંગ ટ્રેનિંગ લીધી: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી વત્સલ મહેશ્વરી સમગ્ર રાજ્યમાં પ્રથમ

ભુજમાં  સાથે ટ્રેનિંગ લેતા એક વૃદ્ધ અને કિશોર રાજ્યકક્ષાની પાવર લીફટીંગ પ્રતિયોગીતામાં વિજેતા બન્યા છે. 63 વર્ષીય અલી ખાન પઠાણ નિવૃત્ત બેંક કર્મચારી છે. નિવૃત્તિ બાદ જિમમાં કસરત શરૂ કરી અને પાવર લિફ્ટિંગ ટ્રેનિંગ લીધી. પોતાનાથી નાની વય જૂથ કેટેગરીમાં પોતાથી યુવાન લોકોને હરાવી રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સાથે જ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી વત્સલ મહેશ્વરી સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યા હતા.

(11:58 pm IST)