Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામનગરના એન્જીનીયર ધવલ નંદા આજે રાત્રે કૌન બનેગા કરોડપતિમા ચમકશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.રપ : જામનગરના એન્જીનીયર યુવક વધલ નંદા આજે રાત્રે કૌન બનેગા કરોડપતિમાં ચમકશે.

ટેલિવિઝનના મેગા રીયાલિટી શો કૌન બનેગા કરોડપતિમાં ધન કમાવા કરતા પણ વધુ આકર્ષણ મહાનાયક અમિતાભબચ્ચનને મળવાનું તથા તેમની સાથે ગેમ રમવાનું હોય છ.ે એટલે જ કેબીસીમાં હોટ સીટ પર પહોંચવું કરોડો લોકોનું સપનું છે. જામનગરના વતની અને અમદાવાદ રહેતા વધલ અનિલભાઇ નંદાએ હોટ સીટ પર પહોંચવાનું સપનું સાકાર કરી નગરના ગૌરવમાં વધારો કર્યો છ.ે

ધવલે વેલ્લોર વીઆઇટી યુનિવર્સિટીમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે તથા હાલ અમદાવાદમાં રેડિયન્ટ માઇન્ડ નામની કંપની ચલાવે છ.ે તાજેતરમાં ખુશાલી સાથે લગ્નગ્રંથીથી જોડાનાર ધવલ હોટ સીટ પર પહોંચ્યા પછી અમિતાભ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારથી શો-માં રમુજી વાતાવરણ સર્જવામાં સફળ રહ્યો હતો. રપ ઓકટોબરે પ્રસારિત થનારા એપિસોડમાં ધવલ નંદા ટેલિવિઝન સ્ક્રીન પર ચમકવાનો છ.ે ધવલ કેબીસીમાં હોટ સીટ પર પહોંચતા હાલારી  ભાનુશાળી સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

(1:13 pm IST)