Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જૂનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ આયોજીત બેડ મિન્ટન અને હાઉસી ગેઇમમાં કલેકટરથી કમાન્ડો સુધીના થયા સહભાગી

રેવન્યુ એન્જોયમેન્ટ ડેની ઉજવણી નવી ઉર્જા સાથે ઉત્સાહ અને સૌ માટે પ્રેરક બનશે : કલેકટર

જૂનાગઢ તા. ૨૫ : જૂનાગઢ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા આયોજીત બેડ મિન્ટન (ડબલ્સ) અને હાઉસી ગેઇમમાં કલેકટરથી લઇ કમાન્ડો સુધિના સહભાગી થયા હતા.રેવન્યુ એન્જોયમેન્ટ ડે ની ઉજવણી અંતર્ગત જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ સેન્ટરના સ્પોર્ટસ સંકુલ ખાતે આ સ્પર્ધાના પુરષ્કાર વિતરણ સમારોહમાં જિલ્લા કલેકટર રચિત રાજે કહયુ કે, રેવન્યુ કમરાડરીમાં આપસી વિશ્વાસ,સંકલન, કાર્ય સંસ્કૃતિ અને ટીમ વર્કને વધુ બહેતર બનાવવા આ દિવસ આપણે સૌને કાયમ યાદ રહેશે.

સતત કામના ભારણ અને ટેન્શન વચ્ચે રેવન્યુ તલાટી, નાયબ મામલતદાર, રેવન્યુ કલાર્ક, ઓપરેટર સહિત સ્પર્ધાના સહભાગી સૌના ચહેરા પર આજે સ્મીત છે. આ સ્મીત સ્માઇલ આપણી કામગીરીમાં નવો જુસ્સો, ઉર્જા અને ઉત્સાહ પ્રેરશે.તેમ જણાવી કલેકટરે કહયુ કે, હારજીત તો જીવનમાં થાય પરંતુ આપણે સૌ રેવન્યુ ફેમીલી છીએ. આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે સૌનો પ્રયાસ જોડીને આપણી પ્રજાલક્ષી કામગીરીને વધુ બહેતર બનાવવાની છે. અને એમાં આજની આ ઇવેન્ટ ખુબ ઉપયોગી નીવડશે.

૩૬ ટીમ વચ્ચે આયોજીત બેડ મિન્ટન (ડબલ્સ) સ્પર્ધામાં જિલ્લા કલેકટર રચિત રાજ, આસીટન્ટ કલેકટર અંકીત પન્નુ પ્રથમ, રેવન્યુ તલાટી વિશાલ ધાધલ અને નાયબ મામલતદાર પ્રતિપાલસિંહ રાયજાદા  દ્રિતિય અને નાયબ મામલતદાર કેવીન ખત્રી અને એન.આઇ.સી એન્જીનીયર કિશન ત્રાંબડીયા તૃતિય સ્થાને વિજેતા થયા હતા.જયારે હાઉસી ગેઇમમાં કલેકટર ઉપરાંત અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.ડી. ગોવાણી હિતેશ ટાંક, જયેશ રાઠોડ, દિપક રાઠોડ વિજેતા થયા હતા.વિજેતાઓને ટ્રોફી અને પુરષ્કાર આપી સન્માનીત કરાયા હતા.

જિલ્લા કલકેટરશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજીત આ સ્પર્ધામાં અધિક કલેકટરશ્રી એલ.બી. બાંભણીયા, પ્રાંત અધિકારી  અંકીત પન્નુ, હનુલ ચૌધરી, ડી.વી.વાળા, વી.ડી.સાકરીયા, ભૂમી કેશવાલા, જિલ્લા પુરવઠા અધિકારી એન.ડી. ગોવાણી, ચીટનીશ સિધ્ધાર્થ ત્રિવેદી, તન્વી ત્રિવેદી સહિત તમામ રેવન્યુ કર્મચારીઓ સહભાગી થયા હતા. સમગ્ર લવેન્ટને સફળ બનાવવા રેવન્યુ કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બાખલકીયા રેવન્યુ કર્મચારી મંડળના તમામ હોદેદારો સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(1:12 pm IST)