Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જુનાગઢમાં દિવાળી ટાણે ધોળા દિવસે તસ્કરોના આંટા ફેરા

બે મહિલાના પર્સમાંથી રૂ.૬પ૭૦ની ચોરી

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રપ : દિવાળીના તહેવાર શરૂ થઇ ગયા છે. ત્યારે જુનાગઢમાં ધોળા દિવસે ભરચક  બજારમાં આંટા ફેરા શરૂ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રવિવારે બે મહિલાને નિશાન બનાવી તેમના પર્સમાંથી રૂ.૬પ૭૦ની ચોરી થયાની ફરિયાદ થઇ છે.

દિવાળીના તહેવારને લઇ છેલ્લા પાંચેક દિવસથી વિવિધ ખરીદી નીકળી છે.જુનાગઢમાં માંગનાથ રોડ પંચહાટડી, માલીવાડા, રોડ પોસ્ટ ઓફિસ રોડ સહિતની મુખ્ય બજારોમાં લોકોની  ગીર્દીને લઇ પગ મુકવાની જગ્યા મળવી મુશ્કેલ બની છે.

ત્યારે માંગનાથ રોડ સહિતની બજારોમાંગીર્દીનો લાભ લઇ ચોરી ચપાટી માટે પાકીટ ચોર સહિતનાં તસ્કરોએ આંટા ફેરા લગાવવાનું શરૂ કર્યુ હોવાનું બહાર આવેલ છે.

શહેરના રાયજીનગરમાં રહેતા મીતાબેન સુરેશભાઇ (ઉ.વ.પ૭) ગઇકાલે સાંજે માંગનાથ રોડ ખાતે ખરીદી કરવા ગયા હતા. ત્યારે અજાણ્યો શખ્સો  મીનાબેનના પર્સમાંથી રૂ.૩પ૭ઢની રોકડ અને અન્ય એક મહિલાના પાકીટમાંથી રૂ.૩૦૦૦ની રોકડ મળી કુલ રૂ.૬પ૦૦ની ચોરી કરીને નાસી ગયો હતો.

માંગનાથ રોડ વિસ્તારમાં આ પ્રમાણે અગાઉ પણ ચોરીના બનાવ પોલીસ દફતરે નોંધાયા હતા. આથી દિવાળીના તહેવારમાં તસ્કર રાજ થાય તે પહેલા પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(12:40 pm IST)