Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

માળીયામિંયાણા પોલીસે કારમાં ચરસનું વેંચાણ કરવા આવેલ કચ્છનાં ૩ શખ્સોને દબોચી લીધા

વાસુદેવ ઉર્ફ વિવાન બારોટ, દશરથ વ્યાસ અને શંકર ગરચરને કાર સહિત ૯.૪૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા : યશ ગઢવી અને જીવરાજ ગઢવીના નામ ખુલ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: માળિયા કચ્છ હાઈવે પર અવારનવાર ચરસ ગાંજો સહિતના નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવે છે અને યુવાન વર્ગ સહિતનાને નશાના આદિ બનાવીને આવારાતત્વો ઙ્ગમલાઈ ખાતા હોય છે ત્યારે પોલીસ પણ સતત કાર્યરત રહીને આવા તત્વો પર કાર્યવાહી કરતી રહે છે ત્યારે માળિયા ત્રણ રસ્તા પુલ નજીકન કારમાં ત્રણ શખ્સો ચરસ વેચવા જતા હોય જેને માળિયા મિંયાણા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ત્રણ રસ્તા પુલ ઉતરતા આરોપી દશરથ દિનેશભાઈ વ્યાસ રહે-આદિપુર ભુજ પોતાના માલિકીની એસક્રોસ કાર જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ વાળીમાં પોતે તથા આરોપી વાસુદેવ ઉફે વિવાન વાલજીભાઈ બારોટ રહે-ગાંધીધામ મૂળ ભાભર બનાસકાંઠા તથા શંકર ગોવાભાઈ ગરચર અને વાસુદેવ ઉર્ફે વિવાન ગેરકાયદેસર પરમીત કે આધાર વગર માદક પ્રદાર્થ ચરસનો જથ્થો કુલ વજન ૮૮૦ ગ્રામ કીમત રૂ.૧,૩૨,૦૦૦ આરોપી યશઙ્ગ ગોવિંદભાઈ ગઢવી રહે-બ્રહ્મપુરી સોસાયટી માંડવી મારફત આરોપી જીવરાજ હરધોળ ગઢવી રહે ચાગડાઈ તા.માંડવી પાસેથી મેળવી વેચાણ કરવા માટે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન, દશરથ અને શંકર એ ચરસનો જથ્થો તથા વજન કાંટો કીમત રૂ.૨૦૦ તથા પ્લાસ્ટિકની નાની કોથળીઓ નંગ-૨૯ તથા એક કાળા કલરની રેકઝીન બેગ માં રાખી તથા આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન પાસેથી વેચાણના રોકડ રૂપિયા ૫૦૦૦ તથા ત્રણેય આરોપીઓ પાસેથી ઓપો કંપનીના મોબાઈલ નંગ-૪ કીમત રૂ.૧૦,૦૦૦ તથા હેરાફેરીમાં ઉપયોગ કરેલ કાર કીમત રૂ.૮,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૯,૪૭,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટ, દશરથ દિનેશભાઈ વ્યાસ અને શંકર ગોવાભાઈ ગરચર મળી આવતા તેને અટક કરી આરોપી યશ ગોવિંદભાઈ ગઢવી અને જીવરાજ હરધોળ ગઢવી હાજર નહિ મળી આવતા માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:32 pm IST)