Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

હળવદમાં બેટરીના પૈસાની ઉઘરાણી કરતા યુવાન ઉપર હુમલો

  ( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૨૫ : કણબીપરામાં રહેતા અને લક્ષ્મી લોજ સામે શ્રી હરિ બેટરી નામની દુકાન ધરાવતા ધવલભાઇ પ્રવીણભાઇ વાધોડીયા, ઉવ.૨૫ પોતાની દુકાને હતા ત્યારે આરોપી ઇલ્યાસભાઇ યાકુબભાઇ જંગરી ત્યાં આવતા અગાઉના બાકી નીકળતા ૨૫૦૦ રૂપિયા માંગતા ઈલ્યાસે પૈસા આપવાને બદલે ફોન કરી આરોપી ફયાજ થાકુબભાઇ જંગરી, રજાક હામદભાઇ જંગરી અને મકબુલ રજાકભાઇ જંગરી નામના શખ્સોને બોલાવતા આ શખ્સો છરી, તલવાર, ધોકા સહિતના હથિયારો ધારણ કરીને આવી ચડ્યા હતા અને ધવલભાઈને માર મારી ઇજાઓ પહોંચાડતા આ ગંભીર બનાવની પળવાર જ હળવદ શહેરમાં જાણ થઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. અને વેપારી આલમ માં ભારે રોષ ફેલાયો હતો

બીજી તરફ આ બનાવ મામલે હળવદ પોલીસે તુરત જ કેટલાક હુમલાખોરોને ગિરફતમાં લઈ ભોગ બનનાર ધવલભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ અને જીપી એકટનીકલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગંભીર બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો કાફલો હળવદ દોડી આવ્યો હતો અને જંગરીવાસ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

(12:19 pm IST)