Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામનગરની મહિલા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં પકડાયેલા આરોપીએ અન્ય મહિલાને ધમકી આપી

આરોપી કારખાનેદારે ધાકધમકી આપી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગેની ફરિયાદ .

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનેદારે  મહિલાને પોતાના કારખાનામાં સફાઈ કામ બાબતે બોલાવ્યા પછી તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, જે અંગેની ફરિયાદ લખાવવા માટે આવેલી ભોગ બનનાર મહિલાની સાથે અન્ય એક મહિલાને  પોલીસ મથકમાં આરોપી કારખાનેદારે ધાકધમકી આપી માથે રહીને મારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરાવડાવી છે, તેમ કહી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
 મૂળ જૂનાગઢ પંથક ની એક યુવતી કે જેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે સંતાનો છે, પરંતુ આજથી પંદર દિવસ પહેલાં પતિ સાથે ઝઘડો થતાં પોતાના બે સંતાનો સાથે જામનગરમાં રહેતી અન્ય એક  મહિલાના ઘેર આવીને રહેતી હતી, અને કામકાજ શોધતી હતી.આ દરમિયાન જ શંકરટેકરીમાં કારખાનું ચલાવતા કારખાનેદાર ચતુર ભગવાનજી ભાડજાના કારખાનામાં સફાઈ કામ માટે મહિલા ની જરૂર છે, તેવું જાણતી હોવાથી એ મહિલાને કારખાનામાં સફાઈ કામ માટે મોકલી હતી.
 દરમિયાન કારખાનેદારે એકલતાનો લાભ લઇ શુક્રવારની રજાના દિવસે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલે  શનિવારે બપોરે પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલા ફરિયાદ લખાવવા માટે આવી હતી. જેની સાથે તેણીને જામનગરમાં આશરો આપનાર મહિલા પણ ફરિયાદ લખાવવા માં મદદ માટે આવી હતી.
 જેથી  પોલીસે કારખાનેદાર ચતુર ભગવાનજીભાઈ ભાડજાને શોધી લઇ  પોલીસ મથકે લઇ આવ્યા હતા, અને ખરાઈ કરવામાં આવી રહી હતી.આ દરમિયાન જ કારખાનેદાર ચતુર ભગવાનજી ભાડજા એ જામનગર માં આશરો આપનાર મહિલાને ધમકી આપી હતી અને પોલીસ મથકમાં જ સમાજમાં હલકા પાડવા માટેના શબ્દોનો ઉપયોગ કરી તેં માથે રહીને બળાત્કારની ફરિયાદ કરાવી છે, તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હતી. જે બનાવના અનુસંધાને કારખાનેદાર સામે પોલીસ મથકમાં જ ઘાક્ધમકી અને હડધૂત કરવાની બીજી ફરિયાદ નોંધાવી છે.
 સમગ્ર પ્રકરણની તપાસ જામન ગરના એસટી એસસી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, અને કારખાનેદાર ચતુર ભગવાનજીભાઈની અટકાયત કરી લેવા માં આવી છે.

(11:22 am IST)