Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભાલાળાથી સાયલા ભાણીના ઘરે જવા નીકળેલા વૃધ્ધને ઇકો કારમાં બેસાડી સાયલા હાઇવે ઉપર લૂંટી લેનાર એક મહિલા સહિત ત્રણ અજાણ્યા શખ્સોની પોલીસને ઓળખ મળી

વઢવાણ,તા.૨૫: ગઈ તા ૧૬ઓકટો. ના રોજ લખતર તાલુકાના ભાલાળા ગામના વતની ૬૫ વર્ષના રાહાભાઈ હમીરભાઈ મીર નામના ભરવાડ વૃધ્ધ પોતાની ભાણીના દ્યરે સાયલા જવા લખતર બસસ્ટેન્ડની બાજુમાં વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે સફેદ કલરની ઈકો કારમાં આવેલા શખ્સોએ તેમને પહેલા સુરેન્દ્રનગર સુધી અને પછી સાયલા સુધી લઈ જવાના બહાને કારમાં બેસાડી રાખી સાયલા હાઈવે ઉપર લઈ જઈ એક મહિલાએ વૃધ્ધને અજાણ્યા શખ્સે ગળુ પકડી ત્રીજા શખ્સેઙ્ગ કટર વડે વૃધ્ધે કાનમા પહેરેલ સોનાની વાળી, કોકરવુ, ગળામા પહેરેલા ચાંદીનો ચેઈન કબજામાં લગાડેલા ચાંદીના બટન રોકડા રૂા.૧૯હજાર વિગેરે મળીને કુલ રૂા.૩૬૦૦૦ની લૂંટ ચલાવી વૃધ્ધની આંગળીએ ઈજા કરી હતી.

આ બનાવ અંગે તેમણે એક મીહલા સહીત ત્રણ અજાણ્યા શખ્સોએ લુંટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એલ.સી.બી ની ટીમ જોડાતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી એલ.સી.બીની તપાસમાં લુંટ ચલાવનાર ત્રણ અજાણ્યા શખ્સોમાં અનિલચંદુભાઈ ગાડલીયા, વિક્રમ ભરતભાઈ દેદાણીયા અને મનીષાબેન હરગોવિંદભાઈ સદાણીયાના શંકાસ્પદ રીતે નામો બહાર આવ્યા હોવાનું જાણવાઙ્ગ મળેલ છે. મહિલા સહીતના આ શખ્સો લીફટ આપવાના બહાને મુસાફરોને બેસાડી લુંટી લેતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોઈ શંકાના ઘેરામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. પરિણામે આ લુંટ કેસના આરોપીઓ ટુંક સમયમાં ઝડપાઈ જવાની શકયતા સેવાઈ રહી છે.

(11:22 am IST)