Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગોંડલમાં મરાઠી મહિલા ધર્મિષ્‍ઠાબેને ગળાફાંસો ખાધોઃ જીવ બચી ગયો

પડોશી ભેગા થઇ જતાં બચી ગયાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: ગોંડલમાં માલવીયાનગરમાં રહેતી ધર્મિષ્‍ઠાબેન બાલુભાઇ મહાનુર (મરાઠી) (ઉ.વ.૩૬) નામના મહિલાએ ઘરે હીંચકાની પ્‍લાસટીકની દોરીથી ગળાફાંસો ખાઇ લેતાં પડોશીઓ ભેગા થઇ જતાં તેણીને નીચે ઉતારી લેતાં જીવ બચી ગયો હતો.
ધર્મિષ્‍ઠાબેનને ગોંડલ હોસ્‍પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીન સટફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. તેણીને સંતાનમાં બે પુત્ર છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. મગજ ભમતો હોવાથી તેણીએ આમ કર્યાનું સગાએ જણાવ્‍યું હતું.

 

(11:21 am IST)