Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વસોયાની આગેવાનીમાં ૧૮ ગામના ખેડૂતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી કૃષિમંત્રીને મળશે

(કૃષ્ણકાંત એચ ચોટાઈ દ્વારા)ઉપલેટા,તા.૨૫: ગત ચોમાસામાં પડેલ અતીભારે વરસાદ ને કારણે ઉપલેટા તાલુકાના ૫૨(બાવન) ગામડામાં પુર જેવી પરીસ્થીતી સજોયા બાદ ખેડુતોનો ઉભો પાક બળી જતા ખેડુતોને સારૃ એવું નુકશાન થયેલ છે.

આ નુકશાનીના વળતર માટે ઉપલેટા તાલુકાના ખેડુતોએ સરકારમાં રજુઆત કરતા સરકારે સમગ્ર ઉપલેટા તાલુકાનું સર્વે કરાવી રેકર્ડ સ૨કા૨માં મોકલતા સરકારમાંથી ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, રબારીકા, ચરેલીયા, રાજપરા, ઢાંક, મેરવદર, વડેખણ, ગધેથડ, સાજડીયાળી, કેરાળા, ગઢાળા, મુરખ વા, ડુમીયાણી સહિતના ૧૮ ગામોને પાક સહાય આપવામાંથી બાકાત રાખતા આ ૧૮ ગામના ખેડુતોમાં આક્રોશ ફેલાયો હતો. આ ૧૮ ગામના ખેડુતો દ્વારા ધારાસભ્ય પાસે સતત રજુઆતો કરતા આજે આ ખેડુતોએ બસ સ્ટેન્ડ ચોકમાંથી ખેડુત આક્રોશ રેલી કાઢી રાજમાર્ગે, ગાંધી ચોક, બાવલા ચોક, થઈ મામલતદાર ઓફીસે જઈ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલ હતું પાક નુકશાની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારના ખેતી વાડી કનેકશનમાં પાવર કાપ અનીયમીત થતા આ બાબતે પણ ખેડુતો આગબબુલા બન્યા હતા. તાત્કાલીક વીજળી ની અનીયમીતતા વીજળીના ધાંધીયા દુર કરવા સાથે-સાથે વીજમંત્રીને પણ એક આવેદન પત્ર ધારાસભ્ય લલીત વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ આપેલ હતુ.

આજની આ રેલીમાં ધારાસભ્ય લલીત વસોયા શહેર કોંગ્રસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, તાલુકા પંચાયત પુર્વે પ્રમુખ લાખાભાઈ ડાંગર, જયદેવર્સીહ વાળા, ભાયાવદર નગરપાલીકા પ્રમુખ નયનભાઈ જીવાણી, રાજકોટ જીલ્લા પંચાયત ના સદસ્ય જતીનભાઈ ભાલોડીયા, રામશીભાઈ વામરોટીયા, હાજીભાઈ સીવાણી, રજાકભાઈ હીંગોરા, પડવલા સરપંચ પુંજાભાઈ, જયદીપસંહ, લખમણભાઈ ભોપાળા, અર્જુનભાઈ કરંગીયા, કમલેશભાઈ વ્યાસ, ભરતસંહ જાડેજા, ધર્મેન્દ્ર્સીહ વાદ્યેલા, સાજડીયાળી સરપંચ હરીભાઈ, મનીષભાઈ(અરણી), એસ.પી. પટેલ, વલ્લભભાઈ મુરાણી, કીશોરભાઈ ગજેરા, સહિતના અનેક આગેવાનો રેલીમાં જોડાયા હતા.

આ અંગે ૨ દિવસમાં કોઈ નીણેય સરકારમાંથી લેવામા નહી આવે તો મંગળ વારે આ ૧૮ ગામડાઓના ૫૦ જેટલા આગેવાનો લલીત વસોયાની આગેવાનીમા મુખ્યમંત્રી અને કૃષીમંત્રી ને મળી વળતર ચુકવવાની માંગણી કરશે.

(11:03 am IST)