Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પિતાની હત્‍યા કરનાર સાવરકુંડલાના મુસ્‍લિમ યુવાનની હત્‍યા

વર્ષ ૨૦૦૭માં બનેલા બનાવનો બદલો લીધો : શામપરાના મેહૂલ ચાવડા અને મંગા ભરવાડે ભાવનગર પાસે સલીમ સાંઇને બોલાવેલ : ગળુ કાપી નાખ્‍યું : ચકચાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : ભાવનગરના શાપરા ગામના બે શખ્‍સો એ પિતાની હત્‍યાનો બદલો લેવા સાવરકુંડલાના શખ્‍સને શામપરા નજીક નવાગામ પાસે લઇ આવી ધારીયા - લાકડી વડે જીવલેણ હુમલો કરી હત્‍યા કરી નાખ્‍યાનો બનાવ બનવા પામ્‍યો છે. બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે.
ખુનના આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર નજીક નવાગામ પાસે એક શખ્‍સની હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા વરતેજ પોલીસનો સ્‍ટાફ દોડી ગયો હતો અને તપાસ કરતા મૃતક સાવરકુંડલાનો સલીમ પોપટભાઇ સાંઇ હોવાનું ખુલવા પામ્‍યું હતું. આ બનાવ અંગે વરતેજ પોલીસે ભાવનગરનાં શાપરા ગામના મેહુલ મંગાભાઇ ચાવડા અને સાવરકુંડલાના મંગાભાઇ જોધાભાઇ ભરવાડને ઝડપી લીધા છે.
મૃતક સલીમ સાંઇએ વર્ષ ૨૦૦૭માં આરોપી મંગાભાઇ ભરવાડના પિતાની વટામણ - તારાપુર ચોકડી પાસે હત્‍યા કરી હતી અને તેનો બદલો લેવા મંગાભાઇને મેહુલે સલીમ સાંઇને ભાવનગરના નવાગામ પાસે લાવી પિતાની હત્‍યાની કબુલાત કરાવી તેની ધારીયા - લાકડીથી માર મારી, ધારીયાથી ગળુ કાપી કરપીણ હત્‍યા કરી નાંખી હતી.
આ અંગે વરતેજ પોલીસે બંને આરોપીઓને ઝડપી લઇ તેના વિરૂધ્‍ધ ખુનનો ગુન્‍હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. એમ.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

 

(10:41 am IST)