Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઉપલેટામાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન

ઉપલેટા : ખેતીવાડી વીજ પાવરમાં છેલ્લા ચાર દિવસથી ઉપલેટા ટીંબા ફીડર માં ખેતીવાડી ના ૧૫૦૦ વીજ કનેકશનો ને અપાતોઙ્ગ અપાતો ખેતીવાડી વીજ પુરવઠો અવારનવાર કોઈપણ જાતની સુચના વિના બંધ કરી નાખવામાં આવે છે. ખેડુતો પરેશાન થઈ રહ્યા છે ખેડૂતોએ નક્કી કરેલા કામો સમયસર થઇ શકતા નથી પશ્યિમ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોના પાવર માં થતા વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ ઉપલેટા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ના અધિકારી ને રૂબરૂ મળી રજૂઆતો કરી કે ખેતીવાડીનો પાવર કલાકે બે કલાકે કાપી નાખવાથી ખેતીના કોઈ કામ થઈ શકતા નથી અમોને જયારે પણ વીજ પુરવઠો આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછા પાંચ કલાક આપો તો અમે ખેડૂતો કામ કરી શકીએ ખેડૂતોના પ્રતિનિધિમંડળમાં હાજર રહેલ ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ રજૂઆત કરતા જણાવ્યું કે ખેતી ના પાવર ની સમસ્યાનો ઉકેલ કાઢવા લોડ સેટિંગ અંગે યોગ્ય નીતિ બનાવી જોઈએ જેથી ખેડૂતો ની પરેશાની દૂર થાય. તસ્વીર રજુઆત કરતા ખેડૂતોની છે.

(10:38 am IST)