Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાષ્ટ્રીય એકતા દિવસ, આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે ચોટીલા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નવનિર્મિત 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ગૃહ'નું લોકાર્પણ

ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયા, રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા સમસ્ત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો હ્રદયથી આભાર માનતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીઃઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીક સવિશેષ ગૌરવ અનુભવે છે

રાજકોટ,તા. ૨૫: મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યાં બિરૂદથી નવાજેલાં તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છે. તેઓ નોંધે છે ૅં ઙ્ગઆ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે.ઙ્ગતમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું લાઈન-બોય તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે.

ચોટીલા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જનસહયોગથી નવનિર્મિત વિશ્રામ ગૃહનું નામકરણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ગૃહ તરીકે કરાયું છે. રાષ્ટ્રીય એકતા દિવસ, આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે ૧૦૦૦૦ ચો.મી.ના વિશાળ પ્રાંગણમાં નિર્માણ પામેલું આ અઘતન વિશ્રામ ગૃહનું લોકાપર્ણ ગુજરાત રાજયના સંનિષ્ઠ, સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયા (આઈપીએસ) ના વરદ્-હસ્તે કરાયું હતું. અહિ સ્થાપિત મેઘાણી કોર્નરમાં ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર, ઈતિહાસને આલેખતી ૪*૩ ફૂટની કલાત્મક મેઘાણી તકતી, ૬*૩*૧ ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં ઝવેરચંદ મેઘાણી કૃત વિવિધ વિષયોના ૭૫ જેટલાં પુસ્તકો તેમજ સચિત્ર પ્રદર્શન મૂકાયાં છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયા (આઈપીએસ), રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ (આઈપીએસ), સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા (લીંબડી) તથા સમસ્ત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો હ્રદયથી આભાર માન્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા (આઈપીએસ), મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા (આઈપીએસ), દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી (આઈપીએસ), જામનગર જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે (આઈપીએસ), રાજકોટ ગ્રામ્ય-જેતપુર મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાઘમાર (આઈપીએસ), તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી. કે. પટેલ (મુખ્ય મથક), એચ. પી. દોશી (સુરેન્દ્રનગર) અને હર્ષ ઉપાધ્યાય (મોરબી), પોલીસ ઈન્સપેકટર એમ. ડી. ચૌધરી (એલસીબી), બી. એમ. દેસાઈ (ચોટીલા), ડી. એમ. રાવલ (ચોટીલા-સીપીઆઈ), વી. વી. ત્રિવેદી (સુરેન્દ્રનગર), ડી. એમ. ઢોલ (વલસાડ) અને ભાવનાબેન પટેલ (વીજાપુર), પીએસઆઈ એમ. કે. ગોસાઈ, એન. એન. સોલંકી, એસ. એસ. વરૂ અને જી. એન. શ્યારા, સ્ટાફ જુવાનસિંહ સોલંકી, સરદારસિંહ બારડ, નરેશ મકવાણા અને નાગજી બાર, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચોટીલા પ્રાંત અધિકારી આર. બી. અંગારી, શિક્ષણ જગતમાંથી ઉગ્રસેનસિંહ ગોહિલ અને ભરતસિંહ ડાભીની પણ ઉપસ્થિતિ રહી હતી. ઙ્ગ ઙ્ગ

ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસએ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધાં હતાં. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્ત્।ે લખપતથી કેવડીયા કોલોની સુધીની ૨૫ પોલીસ જવાનોની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત તથા પ્રસ્થાન કરાયું હતું. કોરોના કાળમાં ફરજ બજાવતા શહીદ થયેલાં ૧૪૯ પોલીસ અધિકારીઓ-જવાનોની સ્મૃતિમાં સ્થાપિત શ્રધ્ધાજલિ વનમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:37 am IST)