Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જસદણ વીંછીયા તાલુકા કોળી સમાજના પ્રમુખ તરીકે શામજીભાઇ ડાંગરની વરણી

જસદણ,તા.૨૫:  શહેર ના વિછીયા રોડ ઉપર આવેલ કોળી સમાજની છાત્રાલય ખાતેઙ્ગ કોળી સમાજ ની મીટીંગ મળી હતી જેમાં જસદણ વિછીયા શહેર તાલુકા કોળી સમાજના પ્રમુખ તરીકે શામજીભાઈ ડાંગર ની વરણી સર્વાનુમતે કરવામાં આવતા ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે.

શામજીભાઇ કોળી સમાજ તેમજ સભ્યસમાજ ના સેવા કાર્ય માટે સતત કાર્યરત રહે છેઙ્ગ આ તકે ભાવનગર માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઇ સોલંકી ભાવનગરથી પધારેલ કોળી સમાજના યુવા ધરોહર બ્રિજેશભાઈ સોલંકી ની વિશેષ ઉપસ્થિતિમાં શામજીભાઈ ડાંગરને કોળી સમાજના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા જસદણ વિછીયા ના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી મુકેશભાઈ મકવાણા જિલ્લા ભાજપના મંત્રી રમાબેન મકવાણા મુકેશભાઇ રાજપરા મુન્નાભાઈ બાવળીયા જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રવીણભાઇ ધોડકીયા શહેર ભાજપના મહામંત્રી મુકેશભાઇ જાદવ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમરશીભાઇ રાઠોડ તેમજ કોળી સમાજના આગેવાન અને નગરપાલિકાના કોર્પોરેટર તથા પત્રકાર બીજલભાઇ ભેંસજાળીયા પાટીદાર સમાજના અગ્રણી અને નગરપાલિકાના સભ્ય તેમજ જાગૃત પત્રકાર નરેશભાઈ ચોહલીયા પત્રકાર પિયુશભાઇ વાજા ઉપરાંત રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી દીપકભાઈ રવિયા સંજયભાઇ ગાબુ પ્રદીપભાઇ પરમાર અગ્રણી મુન્નાભાઈ ઝાલા સુરેશભાઈ ઝાપડિયા મુકેશભાઈ ભેસજાળીયા પ્રતાપભાઇ સોલંકી સહીત જસદણ વિછીયા શહેર તાલુકાના ભરના સમાજ ના આગેવાનો વડીલો મિત્રો યુવાનો એ શામજીભાઇ ડાંગર ને સમાજના પ્રમુખ બનવા બદલ ઉમળકાભેર આવકારીને અભિનંદન પાઠવ્યા હતા ખુશી વ્યકત કરી હતી.

(10:36 am IST)