Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જુનાગઢ વોર્ડ નં.૮,૯,૧૦,૧૫,માં સેવાસેતુ

 જુનાગઢઃ વોર્ડ નં.૮,૯,૧૦,૧૫ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ શ્‍યામવાડી, દાતાર રોડ, જુનાગઢ ખાતે પ્રારંભ પશુપાલન વિભાગ રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, ધીરૂભાઇ ગોહેલ, કમિશનર રાજેશ.એમ.તન્‍ના, મેયર હિમાંશુભાઇ પંડયા, સ્‍થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલેશિયા, બક્ષીપંચ મોરચાના ઉપાધ્‍યક્ષ જે.કે.ચાવડા મામલતદાર અંટાળા ઉપસ્‍થિત રહ્યા હતા. રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો જાહેર સેવાઓને લગતા પ્રશ્રો વગેરે બાબતે કુલ ૨૨ સ્‍ટોલ કાર્યરત હતા. સરકારશ્રીનાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૬ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃતમકાર્ડ નોંધણી, જન્‍મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર આવકના દાખલા જાતીના દાખલા, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્‍વરોજગાર યોજના ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા માસીક પાસ તથા ઓનલાઇન રીઝર્વેશન વગેરે બાબતોના સ્‍ટોલ કાર્યરત કરવામાં આવેલ છે. અને વ્‍યકિતલક્ષી રજુઆત પણ ધ્‍યાને લઇ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમ્‍યાન શહેરીજનો દ્વારા જુદા-જુદા વિભાગોની કુલ ૨૮૨૬ અરજી આવેલ છે. જેમાંથી તમામ અરજીઓનો સ્‍થળ ઉપર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, જન્‍મનું પ્રમાણપત્ર, જન્‍મનું પ્રમાણપત્ર તથા ગુમાસ્‍તા ધારા હેઠળ પ્રમાણપત્ર, આવકનો દાખલો, માં કાર્ડ, આધાર કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્‍થળ ઉપર એનાયત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન ડે.કમિશનર જે.એન.લીખીયા દ્વારા અને સમગ્ર સંચાલન હારૂનભાઇ વિહળે કર્યુ અને આભારવિધ આસી.કમિશનર જે.પી.વાજા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચીફ ઓડીગર એમ.કે.નંદાણીયા, એન્‍જીનીયર અલ્‍પેશભાઇ ચાવડા, મેડીકલ ઓફિસર ડો.રવી ડેડાણીયા, ઇલેકટ્રીક ઇજનેર હાજાભાઇ ચુડાસમા, ઓફિસ સુપ્રી. જીગ્નેશભાઇ પરમાર, તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ રાજય સરકારશ્રીના વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓઓ અને શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(10:36 am IST)