Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામકંડોરણામા અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ : બપોર બાદ વાતાવરણમાં પલટો

મગફળીની મોસમ ચાલી રહી હોય એકાએક વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા

જામકંડોરણામા આજે બપોરબાદ વાતાવરણમાં એકાએક પવટો આવતા સાંજના ૪-૩૦ કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે ૫-૦૦ વાગ્યા સુધીમાં અડધા કલાકમાં ૧૦ મી.મી.વરસાદ નોંધાયો હતો આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ હાલ મગફળીની મોસમ ચાલી રહી હોય આ એકાએક વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે

(9:29 pm IST)