Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ધોરાજી ના પાટણવાવ પોલીસે વ્યાજે નાણા આપનાર શખ્સ સામે ફરિયાદ નોધી

ધોરાજી: ધોરાજીના મોટી મારડમાં રહેતા યુવાનોને રૂા.પ0-પ0 હજાર વ્યાજે આપી 10 ટકા લેખે ઉંચી રકમ વસુલી કરતા તેમજ કોરા ચેક લઇ તેમાં રૂા. ર લાખ સુધીની રકમ લખી બેંકમાં નાખી ચેક રીટર્ન કરાવી યુવાનને નોટીસ આપી નેગોશ્યેબલ એકટ મુજબ ફરીયાદ કરવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે.
   આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી મૂજબ  મોટી મારડની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અશોકભાઇ રમેશભાઇ નામના યુવાને આરોપી નવનીત પ્રહલાદભાઇ સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

   અશોકભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે ટેમ્પો લેવા માટે પૈસાની જરૂર હોય જેથી આરોપી નવનીત પાસે પૈસા વ્યાજે લેવા સંપર્ક કરતા આરોપીઓ અશોકભાઇ પાસેથી એસબીઆઇ બેન્કના  કુલ બે ચેક મેળવી લાયસન્સ વગર રૂા.પ0 હજાર અશોકભાઇને 10 ટકા લેખે ઉંચા વ્યાજે આપી 10 ટકા લેખે વ્યાજ વસુલ કરી અને ત્યારબાદ અશોકભાઇને પાંચ માસ પહેલા ટેમ્પાનું એન્જીન ચોંટી જતા રૂા. પ0 હજાર 10 ટકા વ્યાજે લઇ અને આરોપીએ ફરી બે એસબીઆઇ બેંકના ફરીયાદના નામના કોરા ચેક લઇ અને ફરીયાદીનો સોનાનો ચેઇન તથા ત્રણ સોનાની વીટી ગીરવે લઇ આરોપીએ અશોકભાઇ પાસેથી બળજબરીથી રૂા. ર લાખ કરતા વધોર વ્યાજ વસુલી લઇ અને સમયસર વ્યાજના પૈસા ચુકવી ન શકે તો અશોકભાઇએ આપેલો કોરો ચેક રૂા. ર લાખની રકમ લખી બેંકમાં નાખી ચેક રીટર્ન કરાવી અશોકભાઇને નોટીસ આપવી અને નેગોશીયેબલ એકટ મુજબ ફરીયાદ કરવાની ધમકી આપીને સોનાના દાગીના બે તોલાના ગીરવે લઇ લીધા હતા.

 તેમજ બીજી ફરીયાદમાં મોટીમારડનાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા કેતનભાઇ ભુપતભાઇ કોળી(ઉ.વ.ર4) નામના યુવાને ફરીયાદમાં જણાવ્યું હતું કે કેતનભાઇના લગ્ન હોય જેથી પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપી નવનીત ચલ્લાએ સહી કરેલા છ કોરા ચેક લીધા હતા અને બે સોનાની બુટ્ટી ગીરવે રાખી લાયસન્સ વગર રૂા. પ0 હજાર 10 ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના રૂા. ર લાખ આપી દીધા છતાં વ્યાજની વસુલી કરવા રૂા. ર.પ0 લાખનો ચેક બેંકમાં નાખી રીર્ટન કરવી ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

આ અંગે પાટણવાવા પોલીસે આરોપી  નવનીત પ્રહલાદ સામે બે ફરીયાદો નોંધી વધૂ તપાસ પીએસઆઇ રાણા એ હાથ ધરી છે.

(5:11 pm IST)
  • આફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST

  • સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : "મન કી બાત" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે "વોકલ ફોર લોકલ"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST

  • થરાદ પંથકમાં જુથ અથડામણ: એકનું મોત: આગ ચાંપી : બનાસકાંઠા મોડી રાત્રે થરાદના ટરૂવા ગામે જૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું છે અને આગચંપીને કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ છે. થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:58 pm IST