Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ભરૂચ-દહેજ રોજ પર વેપારીની પીક અપ વાનને ટ્રકે હડફેટે લેતા ગમખ્‍વાર અકસ્‍માત : ૩ લોકોના ઘટના સ્‍થળે કરૂણ મોત

ભરૂચ : હોંશે હોંશે બજાર જવા નીકળેલા વેપારીને ભરૂચ-દહેજ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે

માહિતી માહિત મુજબ દહેજમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જ્યાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ બજારમાં કપડાથી લઈને ઘરવખરીની ચીજો મળી આવે છે. તો વેપારના અર્થે પણ આ બજાર મહત્વનું બની જાય છે. ત્યારે અંકલેશ્વરના એક વેપારી આ બજારમાં જઈ રહ્યા હતા. ત્યારે ભરૂચ-દહેજ હાઈવે પર વેપારીની ગાડીને અકસ્માત નડ્યો હતો. તેમની પીક અપ વાનને ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો અન્ય 3 લોકોની ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની વધુ વિગતો હજુ આવી નથી.  

અકસ્માતથી રસ્તા પર અરેરાટીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મૃતદેહો આમતેમ ફંગોળાયેલા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી

(1:37 pm IST)
  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • જાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST