Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવવાના સૂત્રો જ આપ્યા, અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કયુ તેથી જ કોગ્રેસ રાજ્યમાં તળીયે છેઃ સી.આર. પાટીલના પ્રહારો

ધારીઃ ગુજરાત વિધાનસભાની આ બેઠકોની પેટાચૂંટણીમાં બંને પક્ષનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પર પ્રહાર કર્યા પછી સી.આર. પાટિલે તેનો વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયનું શું સ્થિતિ હતી તે બધા જાણે છે. તે સમયે ફક્ત ભ્રષ્ટાચાર જ હતો, કોઈ કામ થતા ન હતા. અમે લોકોને મદદરૂપ નીવડે તેવી યોજનાઓ લાવ્યા હતા. આજે ગુજરાતમાં અમારી સત્તા પ્રજાકીય કાર્યોના લીધે છે. કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવોના સૂત્રો આપ્યા છે, જ્યારે અમે ખરેખર ગરીબી હટાવવા માટે કામ કર્યુ છે. આજે કોંગ્રેસ રાજ્યમાં તળિયે છે તેનું આ જ કારણ છે.

(5:04 pm IST)
  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST

  • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST

  • બિહાર ચૂંટણીમાં ભાજપનો ઇન્ડિયન જો સતત આગળ ભાગતો જાય છે : બિહાર ચૂંટણી માટે સી વોટર અને abp સર્વેના ઓપિનિયન પોલમાં ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને ૧૩૫થી ૧૫૯ બેઠકો અને યુપીએ મોરચાને ૭૫થી ૯૮ બેઠકો મળશે એવું દર્શાવાયું છે. access_time 2:19 pm IST