Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સાંસદ નારણ કાછડિયાએ અશ્લીલ વિડિઓ મામલે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

વીડિયો કોલ રિસીવ કરતા યુવતી અશ્લીલ હરકતો કરી : નારણ કાછડિયાએ કોલ કટ કરી દીધો જોકે એટલી વારમાં તેમનો સ્ક્રીન શોટ લઈ લેવાયો :સાંસદને બ્લેકમેલ કરવાની શરૂઆત યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી.

અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ તેમને આવેલા અશ્લીલ વીડિયો મુદ્દે સાયબર ક્રાઈમમાં  ફરિયાદ નોંધાવી હતી. સાંસદ નારણ કાછડિયાના મોબાઇલ ઉપર વીડિયો કોલ આવ્યો હતો આ વીડિયો કોલ અજાણ્યા નંબર ઉપરથી આવ્યો હતો આ વીડિયો કોલ રિસીવ કરતા યુવતી અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. આ જોતા તુરંત જ નારણ કાછડિયાએ  (MP Naran Kachdia ) કોલ કટ કરી દીધો હતો. જોકે એટલી વારમાં તેમનો સ્ક્રીન શોટ લઈ લેવામાં આવ્યો હતો અને પછી સાંસદને બ્લેકમેલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

શુક્રવારે નારણ કાછડિયા ઓફિસે બેઠા હતા અને અરજદારોને મળી રહ્યા હતા તે સમયે તેમના મોબાઈલ પર એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યા બાદ યુવતીના ચેનચાળા જોઇ તેમણે કોલ કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ તેમને મેસેજ આવ્યો હતો કે તમારો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો છે અને સોશિયલ મીડિયા પર તેને ફરતો કરી દેવામાં આવશે. આ ઘટના બાદ સાંસદે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.

(3:42 pm IST)