Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગૌમાતા માટેના ૫૦૦ કરોડ તરત ફાળવો: નહિ તો હાઈ લાગી જશે: વિડીયો ભારે વાયરલ: ડીસામાં ગૌભક્તોએ મુંડન કરાવ્યું

ભાજપ સરકારે ગૌશાળા અને પાંજરાપોળને સહાયરૂપે આપવાના ૫૦૦ કરોડ નહીં ફાળવતા ભારે રોષ સર્જાયો છે. ડીસા ખાતે ગૌ ભક્તોએ ધરણા કરી મુંડન કરાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કહ્યું હતું કે ગૌમાતા માટે ફાળવેલા ૫૦૦ કરોડ તમે નહીં આપો તો આજે ગૌભક્તોના મુંડન થયા છે તેની હાય તમને લાગી જશે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

(3:43 pm IST)