Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

જામનગરનો રણજીતસાગર ડેમ સૌની યોજનાથી લીંકઅપ કરાયો: પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ

શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમમાં પુરતુ પાણી હોવાથી એક વર્ષ સુધી નિયમિત પાણી વિતરણ થશે

જામનગર:શહેરમાં જે ડેમમાંથી પીવાનું પાણી મળે છે તે તમામ ભરાઈ ગયા છે. જેનાથી હવે આખા વર્ષ દરમિયાન પાણી વિતરણની સમસ્યા નહીં થાય. તેમજ સૌની યોજના હેઠળ ડેમ લીંકઅપ થતા પીવાના પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવ્યો છે. અગાઉ જામનગરમાં પુરતો વરસાદ ના થતા ડેમ પૂર્ણ રીતે ભરાયા ના હતા. જામનગર શહેરને પીવાનું પાણી પાડતો રણજીતસાગર ડેમ વરસાદી પાણીથી 25 ટકા ભરાયો હતો. બાદમાં સૌની યોજનાથી લીંકઅપ થતા 27 ફુટ સુધી ભરીને તેને ઓવરફલો કરવામાં આવ્યો. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમમાં પુરતુ પાણી હોવાથી એક વર્ષ સુધી નિયમિત પાણી વિતરણ થશે

જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ છલકાઈ ગયો છે. ઉંડ અને સસોઈ ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો સંગ્રહિત થયો છે તો જામનગરના ડેમમાં પાણીની સારી એવી આવકના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને આશા છે કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીના પ્રશ્નનો અંત આવશે અને આ વર્ષે લોકોને પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય.

 

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ અને સસોઈ ડેમમાં મેળવવામાં આવે છે. જ્યારે વરસાદ ના થાય કે અપુરતો થાય તો પીવાના પાણીની સમસ્યા થતી. પરંતુ હવે સૌની યૌજનાથી ડેમ લીંકઅપ થતા જરૂરીયાત મુજબ પુરતુ પાણી મળી રહેશે. જામનગર શહેરમાં હવે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ થયો છે. પાણીની સમસ્યાનો ઉકેલ આવતા શહેરીજનોએ ખુશી વ્યકત કરી છે.

(3:41 pm IST)