Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગોંડલ ઉદ્યોગ ભારતી સોસાયટીમાં ચોરીના ૧૭ મોબાઈલ સાથે બે શખ્સો ઝડપાયા:

ગોંડલ : ગોંડલ શહેરના ઉદ્યોગ ભારતી સોસાયટીમાં એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બે શખ્સોને ચોરીના 17 મોબાઇલ કિંમત રૂપિયા 43 હજાર સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીડીપીઆઇ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી અને પ્રહલાદ સિંહ રાઠોડ સહિત નાઓ એ બાતમીના આધારે શહેરના જેતપુર રોડ પર 220 કેવી સબ સ્ટેશન સામે ઉદ્યોગ ભારતી સોસાયટીમાં રહેતા રાહુલ રાજુભાઈ ડોડીયા ઉંમર વર્ષ 19 તેમજ મોટી બજાર સંઘાણી શેરીમાં રહેતા પરાગ ઉર્ફે શેડારો જેન્તીભાઈ સખીયા ને ચોરીના 17 મોબાઇલ કિંમત રૂપિયા 43 હજાર સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

(10:56 am IST)