Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

મોરબીના બેલા ગામ નજીક એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ઝડપાઇ

ચા વાળાએ ઘટના અંગે જાણ કરતા તે સમયે પોલીસ પેટ્રોલિગમાં હોય તુરત પોલીસે ત્રણેય આરોપીને દબોચી લીધા બાદ યોગ્ય તપાસ કરીને આજે ધરપકડ કરી

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે પંચાયત નજીક આવેલ એક્સીસ બેંકના એટીએમને તોડવાના પ્રયાસ બદલ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. જો કે બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં ચાવાળાની જાગૃતતાથી તે સમયે પેટ્રોલિગમાં રહેલી પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા બાદ વિધિવત ફરિયાદ નોંધાયા બાદ આજે ધરપકડ કરી હતી.

મોરબીના બેલા ગામના પાદરમાં આવેલ એક્સિસ બેન્કના સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમને ગતરાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જો કે એટીએમની કરન્સી ચેસ્ટ ન તૂટતાં થાકેલા તસ્કરો નજીકમાં આવેલી ચાની લારીએ ચા પીવા જતા જાગૃત એવા ચા વાળાએ ઘટના અંગે ત્વરિત પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એટીએમ ચોરીનો પ્રયાસ નિષફળ બનાવ્યો હતો.
દરમિયાન ગઈકાલે મોરબી તાલુકાના બેલા ગામે ગ્રામ પંચાયત કચેરી નજીક આવેલ એક્સીસ બેંકનું એટીએમ તોડવા પ્રયાસ થતા આ મામલે એટીએમ કર્મચારી રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયા, રહે. નિવેદીતા સોસાયટી, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે, રૈયારોડ, રાજકોટ વાળાએ સીસીટીવીમાં દેખાતા ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આજે આરોપીઓ રાજીવકુમાર બોટીરામ ભગત, સુરજકુમાર સુખદેવરાજ ભગત, હરપ્રિતસિંગ સુખદેવસિંગ કાહલોનને ઝડપી લીધા હતા. જોકે બનાવનના દિવસે એટીએમની કરન્સી ચેસ્ટ ન તૂટતાં થાકેલા તસ્કરો નજીકમાં આવેલી ચાની લારીએ ચા પીવા જતા જાગૃત એવા ચા વાળાએ ઘટના અંગે જાણ કરતા તે સમયે પોલીસ પેટ્રોલિગમાં હોય તુરત પોલીસે ત્રણેય આરોપીને દબોચી લીધા બાદ યોગ્ય તપાસ કરીને આજે ધરપકડ કરી હતી.

(1:14 am IST)