Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબીના નટરાજ ફાટક-વીસીફાટક પાસે ખડકી દેવાયેલા દબાણો દૂર કરાયા :રેલ્વે વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન કર્યું.

એન્જીનીયરની ટીમ, આરપીએફ, જીપીએફ ટીમ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવો કામગીરી

મોરબી શહેરના નટરાજ ફાટક અને વીસીફાટક આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જે દબાણો આજે રેલ્વે વિભાગે હટાવ્યા હતા. લારી કેબીન સહિતના દબાણો હટાવી જગ્યા ક્લીયર કરવામાં આવી હતી

મોરબી રેલ્વે વિભાગના એન્જીનીયરની ટીમ, આરપીએફ, જીપીએફ ટીમ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવો કામગીરી કરી હતી જેમાં મોરબીના નટરાજ ફાટક અને વીસીફાટક પાસે આવેલ દબાણો હટાવ્યા હતા રેલ્વેની જગ્યામાં ખડકી દીધેલ ૧૫ જેટલી દુકાનો, કેબીનો હટાવ્વામાવી હતી અને દબાણો દુર કરી રેલ્વેની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી દબાણ હટાવો ઝુંબેશ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ચલાવવામાં આવી હતી અને ડીમોલીશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

(1:10 am IST)