Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જુનાગઢમાં શક્ત વૃદ્ધોને શ્રવણ વેક્સિન રથ દ્વારા ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે

તમામ સીનીયર સિટિઝન રસીથી રક્ષણ મેળવે તે હેતુંથી શ્રવણ વેક્સિન રથની શરૂઆત

જૂનાગઢ :  કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે જૂનાગઢમાં તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે… અહીં શ્રવણ વેક્સિન રથને લીલી ઝંડી આપવામાં આવી હતી.ભાજપના પદાધિકારીઓ અને મનપાના દ્વારા શ્રવણ વેક્સિન રથ બનાવવામાં આવ્યો છે.શહેરના 15 વોર્ડમાં રહેતા વૃદ્ધો કે, જે રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવામાં અશક્ત છે તે લોકોને તેના ઘરે જ રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.તમામ સીનીયર સિટિઝન રસીથી રક્ષણ મેળવે તે હેતુંથી શ્રવણ વેક્સિન રથની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. વધુમાં વધુ લોકો રસી લે અને કોરોના સામે રક્ષણ મેળવે એ માટે તમામ જિલ્લા પ્રશાસન અને રાજ્યનું આરોગ્ય વિભાગ શક્ય તમામ પગલાઓ લઇ રહ્યાં છે. રાજ્યમાં આજે 25 સપ્ટેમ્બરે 5 લાખ કરતા વધુ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 5 કરોડ 93 લાખ 80 હજાર 142 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

(1:00 am IST)