Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ બેઠકના પ્રકાર જાહેર કરાયા.

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં આવેલ ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે ત્યારે તંત્રએ ચુંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે અને મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ બેઠકના પ્રકાર માટેની યાદી જાહેર કરવામાં આવી છે

જેમાં મોરબી તાલુકાના ૧૦૪ ગામો, માળિયા તાલુકાના ૪૧ ગામો, હળવદ તાલુકાના ૭૦ થી વધુ ગામો, ટંકારા તાલુકાના ૪૫ ગામો અને વાંકાનેર તાલુકાના ૯૦ ગામોમાં ચુંટણી પૂર્વે સરંચ બેઠકના પ્રકાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય સ્ત્રી અનામત, સામાન્ય બિન અનામત, અનુ. આદિજાતિ સ્ત્રી, અનુ. જાતી સામાન્ય, સામાજિક અને શૈક્ષણિક પછાત સ્ત્રી સહિતના બેઠકના પ્રકારો જાહેર કરવામાં આવ્યા છે

(10:36 pm IST)