Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મોરબી : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડની ચુંટણીમાં ૭૪.૯૫ ટકા મતદાન : કુલ ૧૦૫૦ પૈકી ૭૮૭ મતદારોએ મતદાન કર્યું.

મોરબી :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ સંવર્ગની બેઠક માટે આજે મોરબીની વીસી ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ૩૫/૧ અને ૩૫/૨ એમ બે બુથ પર સવારથી સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાયું હતું જેમાં ૭૪.૯૫ ટકા મતદાન નોંધાયું છે

મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં સવારથી સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી ખાતે કુલ ૧૦૫૦ મતદારો નોંધાયેલા હોય જે પૈકી ૭૮૭ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં પ્રથમ બુથ પર ૪૦૨ અને બીજા બુથ પર ૩૮૫ મળીને કુલ ૭૮૭ મતદારોએ મતદાન કરતા કુલ ૭૪.૯૫ ટકા મતદાન નોંધાયું હતું.

 

(10:34 pm IST)