Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવેના વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઈ.

મોરબી શહેર અને જિલ્લાને રેલ્વેની લાંબા અંતરની ટ્રેનની સુવિધાઓ આપવા સહિતની માંગ

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી શહેર અને જિલ્લાને રેલ્વેની લાંબા અંતરની ટ્રેનની સુવિધાઓ આપવા સહિતની માંગ સાથે રાજકોટ રેલ્વે ડીવીઝનના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી આર એમ અનીલ જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગમાં ભાગ લીધો હતો મોરબીના ઉદ્યોગ એસોના અગ્રણીઓને સાથે રાખીને વિવિધ રજૂઆત કરાઈ હતી જેમાં મોરબીના નઝરબાગ, વાંકાનેર, માળિયા અને હળવદ રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવા, કચ્છથી મુંબઈ દિલ્હી ચેન્નાઈ જતી લાંબા અંતરની ટ્રેનોને વાયા મોરબી થઇ ચલાવવા, રાજકોટ જામનગર પોરબંદરથી લાંબા અંતરની ટ્રેનો વાંકાનેર થઈને ચાલે છે
જેમાં વાંકાનેરને સ્ટોપ આપવા, મોરબી વાંકાનેર વચ્ચે રેલ્વે ફાટકને પહોળી કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે, મોરબી જીલ્લાના આધુનિક વિકાસને ધ્યાનમાં લઇ રેલ્વે કન્ટેનર ડીપો આધુનિક અને વિશાલ બનાવવા સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી.

(10:34 pm IST)