Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કચ્છમાં નવરાત્રીમાં આશાપુરા માતાજી મંદિર ખુલ્લુ રખાશે : પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય

નવરાત્રીના નવે નવ દિવસ ભક્તો માં આશાપુરાના દર્શનનો લાભ લઈ શકશે. માતાના મઢ જાગીર ટ્રસ્ટએ કર્યો નિર્ણય

ભુજ :  આશાપુરા માતાજીના ભક્તો માટે સારા સમાચાર એ છે કે બે વર્ષ બાદ નવરાત્રીમાં આશાપુરા માંના મંદિરના દ્વારા ભક્તો માટે નવરાત્રીમાં ખુલ્લા રહેશે. આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. આ વખતે નવરાત્રીના નવે નવ દિવસ ભક્તો માં આશાપુરાના દર્શનનો લાભ લઈ શકશે

કચ્છમાં બેઠેલી ધણિયારી માં આશાપુરા માંના દર્શન કરવા ભક્તો દૂર દુરથી નવરાત્રીમાં પહોંચતા હોય છે પણ કોરોનાની વિકટ સ્થિતિને કારણે નવરાત્રીમાં દર્શનનો લાભથી ભક્તો વંચિત રહ્યા હતા, પરંતુ આ નવરાત્રીમાં ભક્તો માંને પોતાની અરજ કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમોને આધીન મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પણ નવરાત્રીમાં કોરોના નિયમો સાથે છૂટછાટ આપી રહી છે. ત્યારે સરકારી નિયમો ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેનું દરેક ભક્તોએ પાલન કરવું ફરજિયાત છે. સૌ પ્રથમ મોટી સંખ્યમા ભક્તો પગપાળા ચાલીને માં આશાપુરાના દર્શન કરવા આવતા હોય છે જ્યાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ રાખી પગપાળા યાત્રીઓને રહેવા જમવાની સુવિધા આપતા હોય છે પણ મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય

(10:04 pm IST)