Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પોરબંદરના ખ્યાતનામ 'મીઠાવાળા' પરિવારની વડીલોપાર્જીત મિલ્કતના વિવાદમાં

૯૨ વર્ષના વૃધ્ધ ફઇબા વિરૂધ્ધ ભત્રીજાએ કરેલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદની પોલીસ તપાસ સામે હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ,તા. ૨૫: ઘોર કળીયુગ ચાલી રહયો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડે તેવા કિસ્સામાં પોરબંદરનાં ખ્યાતનામ 'મીઠાવાળા' પરીવારની વડીલોપાર્જીત મિલ્કતના પારીવારીક કલેશમાં ભત્રીજાએ ૯ર વર્ષનાં ફઈબા તથા તેના પરીવાર સામે કરેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદમાં પોલીસની સમગ્ર તપાસ સ્થગીત કરવાનો આદેશ કરતા પોરબંદરમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, પોરબંદરના પ્રખ્યાત 'મીઠાવાળા' પરીવાર તરીકે ઓળખાતા સ્વ. ગુણવંતરાય કામદારના પુત્રી અને પૌત્ર વચ્ચે ચાલતા મિલ્કતનાં વિવાદમાં ગુણવંતરાય કામદારના પૌત્ર પ્રદિપ કામદારે તેના સગા ફઈબા અને ગુણવંતરાયના પુત્રી નંદબાળાબેન હીરાલાલ શાહ વિરૂઘ્ધ પોરબંદર કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા મુજબ અરજી કરતા કલેકટરની કમીટી દ્વારા અરજી ઉપરથી ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય કરતા પ્રદિપ અનંતરાય કામદાર રહે. ભત્રિભુ ટેરેસભ, વાડીયા રોડ, પોરબંદરનાએ તેના સગા ફઈબા નંદબાળાબેન હિરાલાલ શાહ તથા તેના પુત્રી, જમાઈ અને દોહીત્ર વિરૂઘ્ધ પોલીસ ફરીયાદમાં જણાવેલ હતુ કે, ભત્રિભુ ટેરેસભ વાડીયા રોડ ખાતે આવેલ આશરે પાંચ હજાર વાર જમીન સને–૧૯૪૮ ની સાલમાં તેના પિતા સ્વ. અનંતરાય ગુણવંતરાય કામદારનાએ રજીસ્ટર દસ્તાવેજથી ખરીદ કરેલ અને તેઓ મિલ્કતના સ્વતંત્ર માલિક હતા જે મિલ્કતમાં તેના પિતાી અનંતરાયના દસ ભાઈ બહેનો હોય જે તમામ ઉપરોકત મકાનમાં સંયુકત કુટુંબમાં સાથે રહેતા હતા અને તે પૈકી ફરીયાદીના પિતા સ્વ. અનંતરાયના બહેન નંદબાળાબેન પણ છેલ્લા પચાસેક વર્ષથી તેમના પતિ અને પરીવાર સાથે ઉપરોકત મકાનમાં રહેતા હતા ત્યાર બાદ ફરીયાદીના પિતા અનંતરાયનુ અવસાન થતા તેની સીધીલીટીના વારસદારો તરીકે ફરીયાદી તથા તેના ભાઈ–બહેનોના નામો રેકર્ડ પર ચડાવવામાં આવતા તેઓ મિલ્કતના માલિક બનેલા. ફરીયાદીએ ફરીયાદમાં એવો પણ આક્ષેપ કરેલ કે, તેના ફઈબા નંદબાળાબેનની સાથે તેની દિકરી દિપ્તી, જમાઈ ધીરેન તથા દોહિત્ર યશ પણ આ મિલ્કતમાં રહેવા આવેલા અને ફરીયાદીએ વારંવાર મિલ્કત ખાલી કરવા કહેવા છતા મિલ્કત ખાલી કરતા ન હોય લેન્ડ ગે્રબીંગ એકટની કલમ–૪(૧), ૪(ર), ૪(૩) તથા પ(સી) મુજબનો ગુન્હો પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ હતો.

ઉપરોકત ગુન્હો દાખલ થતા ફરીયાદમાં આક્ષેપીત તરીકે દર્શાવેલ નંદબાળાબેન તથા તેના પરીવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કલેકટર તથા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવી તેમની સામે દાખલ કરવામાં આવેલ ફરીયાદ રદ કરવા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અરજી દાખલ કરેલ હતી. જે અરજીમાં મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ કે, નંદબાળાબેન છેલ્લા પચાસ વર્ષઉપરાંતના સમયથી જે ઘરમાં રહે છે તે ઘર તેના પિતા ગુણવંતરાય દ્વારા ખરીદ કરવામાં આવેલ અને તે ઘરમાં તમામ ભાઈઓ–બહેનોનો સંયુકત ભાગ છે અને ફરીયાદી પણ તે પરીસરમાં તેના બીજા બે ભાઈઓ સાથે અલગ–અલગ બંગલાઓમાં રહે છે. અગાઉ સને–ર૦૦૪ની સાલમાં પણ ફરીયાદી તથા તેના ભાઈઓએ તેના વૃઘ્ધ ફઈબા–ફુવા ઉપર હિંચકારો હુમલો કરેલ.

મિલ્કતનો કબ્જો જબરદસ્તીથી પચાવી પાડવા પેરવી કરતા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી પરંતુ કેસ ચાલતા દરમ્યાન પરીવારના અન્ય સભ્યોની મઘ્યસ્થી થી સમાધાન થયેલ હતુ જે હકીકતે ફરીયાદીએ કલેકટરની કમિટી તથા પોલીસ પાસે સંતાડેલ છે તેમજ લેન્ડ ગ્રેબીંગ એકટનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાના પચાસ વર્ષ ઉપરાંતના સમયથી જયારે અરજદાર મિલ્કતના સ્વતંત્ર કબ્જામાં હોય ત્યારે પાશ્વત અસરથી કાયદાની જોગવાઈઓ લાગુ પાડી શકાય નહી જેથી ફરીયાદીની ફરીયાદ સંપૂર્ણપણે ગેરકાયદેસરની હોવા છતા કલેકટરની કમીટી દ્વારા એકતરફી નિર્ણય લઈ પોતાના પિતાની મિલ્કતમાંથી પુત્રીને દુર કરવા માટે પોલીસને હાથો બનાવેલ છે તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાની દલીલો કરી લેન્ડ ગ્રેબીંગ એકટના કાયદાની વિવિધ જોગવાઈઓને પડકારેલ અને પોલીસની ફરીયાદ રદ થવા પાત્ર હોવાની રજુઆતો કરેલ હતી.અરજદારો તરફે થયેલ કાયદા અને તથ્યો ઉપરની રજુઆતો ઘ્યાને લઈ ગુજરાતના મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ દ્વારા ફરીયાદી તથા પોલીસને નોટીસ કરી અરજદાર સામે થયેલ ફરીયાદની સમગ્ર પોલીસ તપાસ તથા કાર્યવાહી સ્થગીત કરતો હુકમ ફરમાવતા પોરબંદરના પ્રખ્યાત પરીવાર વચ્ચે કરોડોની મિલ્કત સંબંધેનો કાનુની જંગ હવે કઈ દિશામાં વધશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

આ કામમાં અરજદારો વતી સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, ઈશાન ભટ્ટ, વિષ્ણુ બુઘ્ધદેવ રોકાયેલ છે. 

(3:05 pm IST)