Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ધરાળાનો જેતપુર રહેતો દેવીપૂજક ભાડલા અને દામનગરની ચોરીમાં ફરાર ચોરાઉ વાહન સાથે ધોરાજીમાં ઝડપાઇ ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૫ : ધોરાજી પોલીસે વાહન ચોરીના ગુનોમાંનાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.

રાજકોટ ગ્રામ્ય રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા મદદનીશ પોલીસ અધિક્ષકસાગર બાગમાર જેતપુર વિભાગ જેતપુર નાઓએ ચોરીના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા આરોપીઓને પકડી આવા ગુન્હાઓ બનતા અટકાવી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ધોરાજી પો.સ્ટાફના માણસો ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ,એસ,આઇ રમેશભાઇ બોદર તથા પો.કોન્સ બાપાલાલ ચુડાસમાને હકીકત મળેલ હોય કે જામકંડોરણા તરફથી એક ઇસમ ચોરીના મોટર સાયકલ નંબર GJ-3-AA-3258 નુ લઇને આવે છે અને મજકુર ઇસમ દામનગર પોસ્ટના ફસ્ટ ગુન ૨૧/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૪૦૧.૧૨૦ (બી)૩૪ ના ગુનામાં નાસતો ફરતો છે જેથી જામકંડોરણા ચોકડી પાસે વોચમાં રહી જામકંડોરણા તરફથી એક ઇસમ મોટર સાયકલ નંબર GJ-3-AA-3258 જેના ચેચીસ નં MBHA10EWFHF13861 તથા એજીન નંબર જોતા HA10EWEHF04578 સાથે મળી આવતા જેના ચેચીસ નંબર પોકેટકોપ એપ્લીકેશનમાં ખરાઇ કરતા જેના ખરા નંબર GJ-03-HP-8433 હોય જે મોટર સાયકલ ભાડલા પોસ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૨૧૩૦૦પર૧૦૩૧૩/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯ ના કામે ચોરીમાં ગયેલ હોય જેથી સદરહુ ઇસમને ઉપરોકત ચોરીના મોટર સાયકલ સાથે પકડી લઇ CRPC કલમ ૪૧.૧.(ડી) મુજબ અટક કરેલ તેમજ મજુર ઇસમે દામનગર પોસ્ તેના ગુનામાં નાસતો ફરતો હોય જે અંગે ભાડલા પોર્ટ તથા દામનગર પોસ્ટને જાણ કરેલ છે પકડાયેલ આરોપીઃ-ધીરૂ ઉર્ફે વજુ મચ્છુભાઇ ઉર્ફે બચુભાઇ ચારોલીયા (સોલંકી) દેવીપુજક ઉ.વ.૬૦ રહે.હાલે જેતપુર દેરડીધાર શીતળામાતાજીનામંદીર સામે જ રાજકોટ મુળ રહે.ધરાળા તા.ગોંડલ છે.

કામગીરી કરનારા ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ એ. જાડેજા, રવજીભાઇ હાપલીયા પો.કોન્સ., પ્રદિપસિંહ ચુડાસમા પો.કોન્સ., સહદેવસિંહ પો.કોન્સ. વિગેરે છે.

(12:59 pm IST)