Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આશા વર્કરોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી : મોરબી કલેકટર મારફત આવેદન

મોરબીઃ ગુજરાત રાજયમાં કાર્યરત ૪૦ હજારથી વધુ આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોએ જીલ્લા કલેકટર મારફત રાજયના મુખ્યમંત્રીને આવેદન પાઠવી વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી છે.ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજયના આશા વકાર અને ફેસીલીએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી કામગીરી કરી છે જેમાં વેકસીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની કામગીરી કરી છે અને કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકારે પીડા આપી છે  કોવીડ કામગીરીના સતત આખા દિવસની સેવા માટે આશાને માત્ર દૈનિક રૂ ૩૩ અને ફેસીલીએટરને દૈનિક રૂ ૧૭ અપાય છે જે મશ્કરી સમાન છે એરીયર્સ સાથે રૂ ૩૦૦ દૈનિક ચુકવવા ,આશા, આંગણવાડી અને ફેસીલીએટર બહેનોને કોરોનામાં મધ્યપ્રદેશ, દિલ્હી અને કેરાળા તેમજ મહારાષ્ટ્ર જેમ વોરીયર્સ જાહેર કરી રૂ ૧૦,૦૦૦ વિશેષ કોરોના માનદ વેતન જાહેર કરવા.આશા ફેસીલીએટરને વીમા કવચમાં સારવાર કોરોનટાઈન ખર્ચ સમાવેશ કરવો અને આંગણવાડી વર્કર અને હેલ્પરને વીમાનું સુરક્ષા કવચ આપવું. તેવી માંગણીઓ કરી છે.

(12:59 pm IST)