Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ૫૭મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

બેંકે ગત વર્ષમાં રૂ. ૩૨૦.૮૧ લાખનો નફો કર્યો : સભાસદોને મહત્તમ ૧૫% ડિવીડન્ડ જાહેર કર્યું : સભાસદો માટે આકર્ષક ભેટ : આપવામાં આવશે : સતત ૧૯માં વર્ષે નેટ એન.પી.એ. ૦% : રૂ. ૧૬૮૩૬.૮૯ લાખ ડિપોઝીટ અને રૂ. ૭૦૭૧.૬૧ લાખ ધિરાણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૫ : નાગરિક સહકારી બેંક લી. ની પ૭મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત બેંકના મેનેજર આશિષ હિરપરા તથા આસી. મેનેજર દિલીપ ધોરાજીયાએ કરેલ. ત્યારબાદ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન બેંકના આસી. મેનેજર દિલીપ ધોરાજીયા દ્વારા કરવામાં આવેલ. બેંકની કામગીરી અને પ્રગતિનો અહેવાલ બેંકના મેનેજર આશિષ હિરપરા આપેલ. તારીખઃ ૩૧–૦૩–ર૦ર૧ ના રોજ થાપણ રૂ. ૧૬૮૩૬.૮૯ લાખ થવા પામેલ છે તેમજ ધિરાણ રૂ. ૭૦૭૧.૬૧ લાખ થયેલ છે. તેમજ ચાલુ વર્ષે બેંકે ઈન્કમટેક્ષ પ્રોવીઝન પહેલાનો નફો રૂ. ૩ર૦.૮૧ લાખ કરેલ છે. બેંકે રીકવરી પર પુરતું ઘ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતી જાળવી રાખી બેંકે તમામ પાસા પર પ્રગતિ કરેલ છે. બેંકનું ઘ્યેય ઉત્ત્।મ ગ્રાહક સેવાનું રહયંુ છે. બેંક દ્વારા દર વર્ષની માફક સભાસદોને મહત્ત્।મ ૧પ% ડિવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે.

તેમજ બેંકના સભાસદો માટે બેંક તરફથી આકર્ષક ભેટ આપવાનું પણ નકકી કરવામાં આવેલ છે. ભેટ સભાસદાએ તારીખઃ ર૭–૦૯–ર૦ર૧ થી તારીખઃ ૩૧–૧ર–ર૦ર૧ સુધીમાં બેંકની મેઈન બ્રાંચ ઉપરથી ઓફીસ સમય સવારેઃ ૧૧:૦૦ થી પઃ૦૦ કલાક સુધીમાં (રજાના દિવસો સિવાય) મેળવી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. (નોંધઃ તારીખઃ ૩૧–૧ર–ર૦ર૧ પછી સભાસદને ભેટ મળવાપાત્ર રહેશે નહી.)

બેંકના પુર્વ ચેરમેન પી. પી. સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત ૧૯ માં વર્ષે પણ બેંકનું નેટ એન.પી.એ. ૦% અને ગ્રોસ એન.પી.એ. ર.૬૭% જાળવેલ છે. ગ્રોસ એન.પી.એ. માં મહતમ ખાતાઓ સોનાના દાગીના સામે આપેલ ધિરાણના છે.

બેંક દ્વારા ICICI Bank Ltd.ની સાથે ટાઈઅપ કરી PuPay પ્લેટફોર્મ દ્વારા ATM cum Debit Cardની સેવા ચાલુ છે. બેંકનું બતો કાર્ડ ભારતભરનાં આશરે ર,૩૭,૦૦૦ ATM સેન્ટર ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના વખતોવખતના નિયમોનુસાર માન્ય છે. ઉપરાંત આ PuPay ATM cum Debit Card દ્વારા મોલ, પેટ્રોલપંપ, દુકાનો જેવા આશરે ૧૦,૦૦,૦૦૦ થી વધુ વેચાણકેન્દ્રો ઉપરથી પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર સ્વાઈપ કરી ખરીદી કરી શકાય છે. વધુમાં બેંક દ્વારા મોબાઈલ બેંકીંગ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન RTGS, NEFT, IMPS ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેમજ એસ.એમ.એસ. / મીસ્ડ કોલની સુવિધા, અદ્યતન અને અપડેટેડ વેબસાઈટ, ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ફિકસ ડિપોઝીટ ઓટો રીન્યુઅલ, કવીક સ્ટેટમેન્ટ ઈ–મેઈલ દ્વારા મેળવવાની સુવિધા વગેરે જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે તેમજ ઈ–કોમર્સ, IMPS ઈન્ટરનેટ બેકીંગ જેવી આધુનિક સેવાઓ પણ બેંકના ખાતેદારોને ટુંક સમયમાં મળી રહે તે માટે બેંક સતત પ્રયત્નશીલ છે. બેંક ઉપર છેલ્લા પ૭ વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો, ખેડૂતોએ વિશ્વાસ મુકેલ છે તે વિશ્વાસ બેંકે સતત જાળવી રાખેલ છે.

અમરેલી નાગરિક સહકારી બેંક લી. માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહીં બનતા જાહેર જનતાને ઉપયોગી બેંક બની છે અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી, વાઈસ ચેરમેન ધનજીભાઈ સાપરીયા, મેનેજીંગ ડિરેકટર પરેશભાઈ આચાર્ય, બેંકના પુર્વ ચેરમેન અને ડિરેકટર પી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરો અને બેંકના મેનેજર આશિષ હિરપરા, આસી. મેનેજર દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસર અજય નાકરાણી આસીસ્ટન્ટ રીકવરી ઓફિસર નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

(12:58 pm IST)