Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ધ્રાંગધ્રાના રામાપીર મંદિરના મહંતે સાડા ત્રણ દિવસની સમાધી લેવાની જાહેરાત કરી

સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કરીને દર્શને પધારવા આહવાન કર્યુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રપ : ધાંગધ્રા ખાતે આવેલા રામાપીર મંદિર ના મહંત સોમવારે સવારે આઠ વાગ્યે વાલ્મીકિ સ્મશાન ઘાટમાં સાડા ત્રણ દિવસની સમાધિ લેશે તેવો વિડીયો વાયરલ કર્યો વાલ્મિકી સમાજને દર્શન માટે પધારવા સાધુ મહારાજે આહવાન્ કર્યુ છે.

મંદિરમાં ૫૦ થી ૬૦ સાધુઓ દરરોજ આવતા હોવાના કારણે એમને સાચવી શકે તેવું ન હોવાના કારણે અને સરકારમાં સહાય આપવામાં આવતી ન હોવાના કારણે પોતાને સમાધિ લેવાનું અને સમાજમાં જાગૃતતા લાવવા માટેનું વાલ્મિકી સમાજ ના મહંત દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી અને જણાવવામાં આવ્યું છે મહંત બાલક ગીરી બાપુ રામાપીરનુ મંદિર ધાંગધ્રા વાલ્મિકી સમાજનું સ્મશાન આવેલું છે ત્યાં સોમવારે સવારના ૮ વાગ્યે જીવતા સાડા ત્રણ દિવસ ની સમાધિ લેવાનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને જણાવવામાં આવ્યું છે પોતે જણાવી રહ્યા છે કે દર્શન માટે વાલ્મિકી સમાજ ને પધારવા અને સોમવારે સમાધિ ના સમયે વાલ્મિકી સમાજને ઉપસ્થિત રહેવા માટેનું પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યું છે  હાલમાં વાલ્મિકી સમાજ માં બાળક ગીરીબાપુ ની સમાધી ચર્ચાનો વિષય બની છે અને વાલ્મિકી સમાજ માં ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં પણ આ વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ સર્જાયો હોવાનું વાલ્મિકી સમાજ મા ચર્ચાઈ રહ્યું છે.

(12:58 pm IST)