Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વેરાવળના પંડવા ગામે SBIના કસ્ટમર સર્વીસ પોઇન્ટના સંચાલકો દ્વારા ૯ લાખ ૮૦ હજારની ઠગાઇ

વેરાવળ, તા.૨૫: પ્રભાસપાટણ પોલીસે જણાવેલ હતું કે સી.એચ.સી.ઈ ગર્વનન્સ સર્વિસ ઈન્ડીયા લી.માં ગીર સોમનાથ જીલ્લા મેનેજર તરીકે ફરજ બજાવતા મનુભાઈ બાબુભાઈ સોલંકી એ ફરીયાદ નોધાવેલ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં એસ.બી.આઈ બેંકનું કામ કરવા માટે કંપની તરફથી કસ્ટમર સર્વિસ પોઈન્ટ ખોલવામાં આવતા હોય જેમાં વેરાવળ તાલુકાના પંડવા ગામે જયેશ ગીગાભાઈ પંપાણીયા તથા અમીત સામતભાઈ વાળા એ વર્ષ ર૦૧૮ માં કસ્ટમર સર્વિસ પોઈન્ટ શરૂ કરેલ જેમાં  ગ્રાહકોની રકમ જમા તથા ઉપાડ સહીતની કામગીરી થતી હોય છે તે દરમ્યાન તા.રપ/૮/ર૧ ના રોજ બેંકને સાત જેટલા ખાતેદરોએ પોતાની સાથે જુદી જુદી રકમની છેતરપીંડી થયેલ હોવાની લેખીત જાણ કરતા તેના આધારે બેંક એ કંપનીને જાણ કરી પંડવા ગામના કસ્ટમર સર્વિસ પોઈન્ટ દ્રારા ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાની જાણ કરેલ અને તે અંગેની તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવતા પોલીસમાં ફરીયાદ નોધાયેલ છે.

પોલીસે પંડવા ગામનાજયેશ ગીગાભાઈ પંપાણીયા તથા અમીત સામતભાઈવાળાની સામે જુદા જુદા ગ્રાહકોના રૂ.૯,૮૦,૦૦૦ જેવી રકમ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ તેની સાથે છેતરપીડી કરેલ હોવાની ફરીયાદ નોધી પી.આઈ આહીરે વધુ તપાસ હાથ ધરેલ છે.

(12:54 pm IST)