Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જામનગર –ખંભાળીયા હાઈવે પર જીપે હડફેટે લેતા મહિલાનું મોત

જામનગર, તા.૨૫ : સિકકા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ જીવાભાઈ સોનરાત, ઉ.વ.૩૪, રે. ગ્રીનવીલા સોસાયટી, નાઘેડી પાટીયા, જામનગર–ખંભાળીયા હાઈવે રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જીતેન્દ્રભાઈના માતા ર લક્ષ્મીબેન તથા ભાભી સરોજબેન જામનગર –ખંભાળીયા હાઈવે રોડ પર ગ્રીનવીલા સોસાયટીના ગેઈટ પાસે રોડ ક્રોસ કરતા હતા તે વખતે આરોપી જીપ જેના નં. જી.જે. ૧૦–બી.આર.–૦૮૮૭ નો ચાલક એ હડફેટે લઈ અને ફરીયાદી ના માતા લક્ષ્મીબેન શરીરે ગંભીર ઈજાઓ કરી સ્થઈ પર જ મોત નીપજાવી તથા ભાભી સરોજબેનને પણ શરીરે ગંભીર ઈજાઓ કરી પોતાની જીપ લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

ચેનની ચીલ ઝડપ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વીનાબેન કિશોરભાઈ અરજણભાઈ પરમાર, ઉ.વ.પર, રે. મહેશ્વરીનગર ચોક નં.૩, નાગનાથ ગેઈટ પાસે, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી વીનાબેન ભીમવાસ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ પાસેથી મહેશ્વરીનગર રેલ્વે બી સાયડીગ અમીત ટીમ્બરની સામે પોતાના ઘર તરફ પગે ચાલીને જતા હતા તે સમય દરમ્યાન ફરીયાદી વીનાબેન ગળા માંથી સોનાનો ચેન જે ર૦૦પ માં બનાવેલ હોય ત્યારે તેનું વઝન ૧ર ગ્રામ જેટલુ હતો અને જેની કિંમત ત્યારે રૂ.૮પ૦૦/– જેટલી હતી તે ચેન મોટર સાયકલ પર આવેલ અજાણ્યા બે ઈસમો ચીલ ઝડપ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, કડીયાવાડ, બોરડી ફળી, જામનગરમાં કરણ ચંદ્રકાતભાઈ શુકલ, ઉ.વ.ર૧, રે. જામનગરવાળા પોતાના મોબાઈલમાં આવેલ બીટ –૯૯૯૯ ઈન નામની આઈ.ડી પર યુ.એ.ઈ દેશમાં રમાતા આઈ.પી.એલ. ક્રિકેટના ર૦–ર૦ ટુનામેન્ટના  દિલ્હી કેપીટલ્સ વિ. રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચેના ભાવ જોઈ બંન્ને દેશની હારજીત અને રનફેરના જુગારના ભાવ– આંકડા જોઈ પોતે મેચના હારજીત પર દાવ લગાડી જુગાર રમી રમતા મળી આવતા રેઈડ દરમ્યાન રોકડા ૩,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.ર૦૦૦/– મળી કુલ રૂ.પ,૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દિ.પ્લોટ–પ૪માં જુગાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે,  દિ.પ્લોટ–પ૪, વ્રજવિહાર એપાર્ટમેન્ટની નીચે પાર્કીગમાં જામનગરમાં આ કામના આરોપી વિશાલભાઈ નરેન્દ્રભાઈ શેઠીયા, મુલચંદ મોતીલાલ દામા, જયેશભાઈ ઉર્ફે જયુ રામચન્દ્ર ગજરા, જગદીશભાઈ જેઠાલાલ દામા, અશોકભાઈ વિરૂમલભાઈ નથવાણી, કવીતાબેન દિપકભાઈ રતડા, રાજવંતીબેન અશોકભાઈ નથવાણી, હુશનાબેન સુરેશભાઈ ભેરૂમલભાઈ ભોજવાણી, કુલ રોકડા રૂ.૧ર,૬૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોરકંડા ગામે જુગાર

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  મોરકંડા ગામ વાડી વિસ્તાર, અરજણભાઈ પરસોતમભાઈ નકુમની વાળીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં આ કામના આરોપી રણવીર દિલીપભાઈ ગોહીલ, દિનેશભાઈ વાલજીભાઈ નકુમ, જયેશભાઈ અરજણભાઈ નકુમ, જીજ્ઞેશ જેશાભાઈ પ્રાગળા, સંજયભાઈ મનજીભાઈ નકુમ, દિપકભાઈ વશરામભાઈ મુંગરા, ભાવેશભાઈ ચનાભાઈ પ્રાગળા, હિતેશભાઈ ભાણજીભાઈ નકુમ, રે. મોરકંડા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા કુલ રોકડા રૂ.૪ર,પ૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:54 pm IST)