Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અસરગ્રસ્તોને રાશનકીટ વિતરણ કરતુ રોટરી કલબ ઓફ સેનોરઝ

જામનગર : શહેર જિલ્લામાં દશેક દિવસ અગાઉ ખાબકેલા વેરી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી. અતિવૃષ્ટિના પગલે નુકસાન થયેલ પરિવારોને મદદરૂપ થવાના ભાવ સાથેજામનગરના રોટરી કલબ ઓફ સેનોરઝ દ્વારા આજે મારુ કંસારા હોલ નજીક વસવાટ કરતા ૩૦થી વધુ માલધારી પરિવારોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ગવર્નર સંતોષ પ્રધાન રોટરી કેલબ ઓફ સેનોરઝના પ્રમુખ જયા ચવણ ,આસિસ્ટન્ટ ગવર્નર મીનાક્ષી શાહ ,I.P.P. ડો.પ્રવીણા સાન્તવાનિ,રોટરી કેલબ ઓફ સેનોરઝ ના મેમ્બર સહારા મકવાણા, કમલાબેન હરિયા, નિશાબેન અય્યર, વીણા દત્ત્।ાણી, હિના ડી મહેતા,હિના આર મહેતા ,ડો.કલ્પનાબેન ખંઢેરિયા,મંજુલાબેન ધામેચાસહિતના રોટરી કલબના અગ્રણીઓ તથા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી યુસુફભાઈ ખફી,પ્રાર્થ પટેલ લક્ષ્મી રેડી હાજર રહ્યા હતા.

(12:53 pm IST)