Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીની સભા મળી

જામનગર : શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડીટ કો.ઓપરેટિવ સોસાયટી લિ. જામનગરની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. શરૂઆત ગણેશ સ્તુતિથી કરવામાં આવી.તેમજ આ વર્ષના દિવંગત સભાસદોની શ્રધ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મહેમાનો અને હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોસાયટીના ડિરેકટર શોભનાબેન કિશોરભાઈ સંધાણી એ મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું . ત્યારબાદ વાઈસ ચેરપર્સન ભાવનાબેન પ્રફુલભાઈ પ્રાગડાએ સભાના એજન્ડા રજુ કર્યા હતા. તેને સમગ્ર સભાને બહાલી આપી હતી. ડિરેકટર રમાબેન શ્રીકાન્તભાઈ ચાંગાણી એ સોસાયટીના વાર્ષિક પ્રગતી અહેવાલ રજુ કર્યા હતા. ડિરેકટર વિપુલાબેન રશ્મીકાંતભાઈ વિરાણીએ સોસાયટીની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ મેનેજીંગ ડિરેકટર નીતાબેન મુકેશભાઈ કાછડિયા દ્વારા આભારવિધિ વ્યકત કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન હીનાબેન કમલભાઈ ટંકારીયા એ કર્યું હતું.(તસ્વીરઃકિંજલ કારસરીયા)

(12:53 pm IST)