Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભારે વરસાદમાં દુકાનનો માલ સામાન પલળી જતા જામનગરનાં મુસ્લિમ વેપારીનો આપઘાત

જામનગર, તા.૨૫ : અહીં કાલાવડ નાકા બહાર, સનમ સોસાયટી શેરી નં.–ર, જામનગરમાં રહેતા રૂકસાનાબેન ગુલામ રસુલભાઈ ગુલાન હુશેનભાઈ કાદરી, ઉ.વ.૩૮ એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગુલામ રસુલભાઈ ગુલાન હુશેનભાઈ કાદરી, ઉ.વ.૪૩, રે. કાલાવડ નાકા બહાર, સનમ સોસાયટી શેરી નં.–ર, જામનગરવાળા ર૦ર૧૧ની સાલથી માનસીક બિમાર હોય અને તેની દવા ચાલુ હોય અને વાત વાતમાં માનસીક ટેન્શનમાં રહેતા હોય અને થોડા સમય પહેલા વરસાદના કારણે દુકાનનો માલસામાન પલળી ગયેલ જે બાબતે સતત ચીંતામાં રહેતા હોય જેનું મનમા લાગી આવતા આપઘાત કર્યો છે.

અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે ઝંપલાવ્યું

કનસુમરા ગામે ઈન્સ્ટ્રીયલ પાર્કશ્રી ચામુંડા બ્રાસ નામનું કારખાનમાં રહેતા ભુપતભાઈ હસમુખભાઈ પારજીયા, ઉ.વ.ર૪, એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સતીષ હસમુખભાઈ પારજીયા, ઉ.વ.ર૦, રે. કનસુમરા ગામે ઈન્સ્ટ્રીયલ પાર્કશ્રી ચામુંડા બ્રાસ નામનું કારખાન વાળો કોઈ પણ કારણોસર સાંઢીયા પુલ પાસે રેલ્વે પાટા નં. કી.મી.નં. ૮૩૩/૦૩ થી ૮૩૩/૦ર વચ્ચે ટ્રેનમાં નીચે આવી જતા આપઘાત કરતા શરીરે ગંભીર ઈજા થતા મૃત્યુ પામેલ છે.

(12:53 pm IST)