Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જામનગરના મોટાખડબા-૨, હડીયાણા ૧ાા, સમાણામાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાન સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લામાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર તાલુકાના દરેડ, જામવંથલી અને લાખાબાવળમાં અડધાથી પોણો ઇંચ તથા વસઇ, ફલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

જોડિયાના હડીયાણામાં દોઢ ઇંચ ધ્રોલના લૈયારામાં ઝાપટા, જામજોધપુરના સમાણામાં ૧ ઇંચ, વાંસજાળીયામાં ઝાપટા પડયા છે.

લાલપુરના પીપરતોળામાં દોઢ ઇંચ તથા મોટા ખડબામાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં અડધો ઇંચ તથા જોડિયા, જામનગર, લાલપુરમાં ઝાપટા પડયા હતા.

આજનું હવામાન ૩૦ મહત્તમ, ૨૫.૫ લઘુત્તમ, ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા : ટંકારામાં ૨૪ કલાકમાં ૨૦ મીલી મીટર વરસાદ પડેલ છે. ટંકારામાં શુક્રવાર સવારના ૬થી શનિવાર સવારના ૬ સુધીમાં ૨૦ મીલી મીટર વરસાદ પડેલ છે. શુક્રવાર બપોરના ૨ થી ૪માં ૧૪ મીલી મીટર વરસાદ પડેલ, સાંજના ૪ થી ૬માં ૬ મીલી મીટર વરસાદ પડેલ. મોસમનો કુલ વરસાદ ૫૯૯ મીલી મીટર વરસાદ પડેલ છે.

(12:50 pm IST)