Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગોંડલમાં આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા મામલતદારોને આવેદન

ગોંડલઃ આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મહિલા કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નો  ઉકેલવા મહિલા કર્મચારીઓ દ્વારા મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. આઇ.સી.ડી.એસનું સીધુ કે આડકતરૂ ખાનગીકરણ બંધ કરો. તેમજ પ્રી સ્કૂલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં કરાયેલ હોઇને આંગણવાડી વર્કરને શિક્ષકનો દરજ્જો આપી તમામને રૂ. ૨૧,૦૦૦ લઘુતમ વેતન આપો તમામ લઘુતમ પેન્શન રૂ. ૧૦,૦૦૦ આપો આંગણવાડી વર્કર -હેલ્પરને લઘુતમ વેતનના શિડયુલમાં સમાવેશ કરો તથા કાયમી દરજ્જો આપો. ૨૧,૦૦૦ લઘુતમ વેતન આપો અને દરમ્યાનમાં દિલ્હી, મધ્યપ્રદેશ, હરીયાણા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરલ, પંજાબા, કર્ણાટક, તામીલનાડુ, પોંડીચેરી, રાજ્યની જેમ સમકક્ષ વેતન ગુજરાત સરકાર આપે તેવો આદેશ આપો. સહિતના પ્રશ્નો તેમજ કોરોના દરમ્યાન કોરોના કામગીરીના કારણે અવસાન થયેલ આંગણવાડી વર્કર-હેલ્પરને મૃત્યુ સહાય મળી નથી તથા કોરોના કામગીરીનું કોઇ જ ભથ્થુ મળેલ નથી. તેમાં કોરોના સંક્રમિત થયેલ બહેનને સારવારની સહાય ચુકવાઇ નથી. તે ચુકવાય તે માટે તથા આંગણવાડી બહેનોને ૨૦૧૯માં અપાયેલ મોબાઇલ હલકી ગુણવતાના છે. ગરમ થઇ જાય છે. ગમે ત્યારે ફાટે તો અકસ્માતનો ભય છે. નબળી કવોલીટીના હોવાથી ડેટા એન્ટ્રી શકય નથી. તે બાબતે યોગ્ય નિર્ણય કરાવી આપવા માંગણી કરી છે. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:40 am IST)