Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કાલાવડ પાસેનો પુલ તૂટી જતાં ડમ્પર નદીમાં પલટી ગઇ

કાલાવડ : તાલુકાના મોટી ભગેડી ગામે જવા માટેનો પુલ ભારે વરસાદના કારણે પુલ તૂટી જતા ગ્રામજનોએ નાના વાહન ચાલી શકે તેવી રીતે રીપેરીંગ કરી રસ્તો ચાલુ કર્યો હતો. જેમાં રેતી ભરેલ ડમ્પર તૂટેલા પુલ પરથી પસાર થતા પલટી ખાય ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી. ડમ્પરના કારણે પૂલ તૂટી જતાં ગામ સંપર્ક વિહોણુ બની ગયું છે.

(11:37 am IST)