Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હંજડાપર-દાત્રાણા પંથકમાં ભારે વરસાદઃ તળાવ છલકાતા પાણી ગામમાં ઘુસ્યુ ધી-ડેમની સપાટી ૧૪.ર ફુટ ખંભાળીયા પંથકમાં ૪ ઇંચ જેવો વરસાદ

ખંભાળિયા તા. રપ : ગઇકાલે ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને કારણે દ્વારકા રોડ પરના હંજડાપર, દાત્રાણા, વિ. આઠેક ગામોમાં ભારે વરસાદ પડતા દાત્રાણાનું મોટુ તળાવ છલકાઇ ગયું હતું.

એક તબકકે તળાવ તથા વરસાદના પુરને કારણે ગામમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા હતા. તો ઉપરવાસ પુરને કારણે હંજડાપર તથા દાત્રાણા ગામનો રસ્તો પણ થોડો સમય બંધ જેવી સ્થિતિમાં થઇ ગયો હતો તથા હંજડાપર ગામની અંદર પાણી ઘુસી ગયા હતા.

ધોધમાર વરસાદથી અનેક તળાવો ચેકડેમો છલકાઇ ગયા હતા.

સિંહણ ડેમ પુરજોશની ઓવરફલો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત સાર્વત્રીક વરસાદના કારણે ગઇકાલે સિંહણ ડેમ છલકાઇ ગયો હતો. આજે ફરી ઉપરવાસ વરસાદ પડતા સિંહણ ડેમ ધોધ રૂપે વહેવા લાગતા ર૩ ફુટ ઉપરથી પડતા ધોધ જેવા દ્રશ્યો નિહાળવા લોકો ઉમટયા હતા જો કે સિંચાઇ તથા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા રાખવામાં આવી હતી તો ખંભાળિયા શહેર તથા ર૪ ગામોને માટે પીવાના પાણીનો આધાર ધીડેમમાં સપાટી ૧૪.ર૦ ની થઇ છે. જેથી રોજ થોડી સપાટી વધવા લાગી છે. જો કે ખંભાળીયાના ધી ડેમ સિવાયના મોટા ભાગના ડેમો વર્તુ-૧, વર્તૂ-ર કબરકા મહાદેવીયા, કંડોરણા, સોનવડીયા, ગઢકી સહિતના ડેમો પાણીની ચિકકાર થઇ ગયા છે હવે માત્ર ધીડેમજ અધુરો છે.

દ્વારકા તા.માં ૧૩૦% વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત મેઘરાજાની મહેર ચાલુ છે. જેમાં ગઇકાલે ઝાપટાઓથી માંડી તે ચાર ઇંચ જેવો વ્યાપક વરસાદ પડયો છે.દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડયો છે જયારે દ્વારકામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડયો હતો જયારે ખંભાળિયામાં હળવા ઝાપટા પડયા હતા જયારે ભાણવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.સતત વરસાદને કારણે ઓખા જગથી નોમો ગણાતા દ્વારકા તાલુકામાં કુલ સરેરાશ વરસાદ ૧૩૦% ઉપરાંતનો થઇ ગયો છે. સતત વરસાદથી અનેક સ્થળે તળાવો ચેકડેમો છલકતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

(11:36 am IST)