Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગોંડલમાં આઇશરે બાઇકને હડફેટે લેતા શીલ ગામના ધીરૂભાઇ ભરડાનું મોત

જામવાડી પાસે ભરડીયામાં કામ કરતા હતા : બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી

રાજકોટ,તા. ૨૫ : ગોંડલમાં જેતપુર રોડ ઉપર આઇશરે બાઇકને હડફેટે લેતા કોળી યુવાનનું મોત નીપજ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં જેતપુર રોડ ઉપર સાંઢીયા પુલ ઉપર ધીરૂભાઇ દેવાભાઇ ભરડા પોતાના બાઇક નં. જીજે૩એપી૫૧૬૮ લઇને જતા હતા ત્યારે પાછળથી આવતા આઇશરે બાઇકને હડફેટે લેતા ચાલક ધીરૂભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આઇશર ચાલક નાસી છૂટ્યો હતો.

મૃતક ધીરૂભાઇ માંગરોળ પંથકના શીલ ગામના વતની હતા અને હાલ ગોંડલના જામવાડી પાસે ભરડીયામાં નોકરી કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. ધીરૂભાઇને  સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવ અંગે ગોંડલ પોલીસે અજાણ્યા આઇશર ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)